વલસાડમાં પરિણીત યુવકે સંતાનો અને પત્નીને પિયર મુકી આવી ખાલી ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો

વલસાડ(ગુજરાત): રાજ્યમાં અવારનવાર આપઘાત(Suicide)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં વલસાડના મોગરાવાડી(Mograwadi of Valsad)માં રહેતો ધવલ ગુણવંતભાઈ રાઠોડ(Dhawal Gunwantbhai Rathod)એ મોડી સાંજે તેની પત્ની…

વલસાડ(ગુજરાત): રાજ્યમાં અવારનવાર આપઘાત(Suicide)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં વલસાડના મોગરાવાડી(Mograwadi of Valsad)માં રહેતો ધવલ ગુણવંતભાઈ રાઠોડ(Dhawal Gunwantbhai Rathod)એ મોડી સાંજે તેની પત્ની અને 3 બાળકોને પિયર મૂકીને આવ્યાં પછી દારૂના નશામાં(Drunk) માતા-પિતાને ફોન કરીને આપઘાતની જાણ કરીને ગળાફાસો ખાઈ લીધો હતો. જેને કારણે મોગરાવાડી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ વલસાડ સિટી પોલીસ(Valsad City Police)ને થઇ ત્યારે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશ જપ્ત કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલીને વધુ તપાસ શરુ કરી છે.

જાણવા મળ્યું છે કે, 7 વર્ષ પહેલાં વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતો ધવલ ગુણવંતભાઈ રાઠોડે પ્રેમ લગ્ન કર્યા હતા. ધવલ રવિવારે સાંજે પત્ની અને 3 બાળકોને તેના પિયર મુક્યા હતા. ત્યારબાદ ત્યાંથી ઘરે આવ્યા પછી દારૂના નશામાં ધવલે અટક-પારડીમાં રહેતા તેના માતા-પિતાને આ અંગે ફોન કરીને જાણ કરી અને અગમ્ય કારણોસર પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવીને ફોન કાપી નાખ્યો હતો.

આ દરમિયાન માતા પિતાએ ધવલને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ ધવલ સાથે ફોન ઉપર સંપર્કમાં હોવા છતાં પણ કઈ કરી શક્યા ન હતા. અંતે ઘવલે ફોન કાપીને ગાળા ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. ધવલના માતા-પિતા તાત્કાલિક ધવલને બચાવવા માટે ઘરે પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થાય ગયું હતું. આ ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા જ તાત્કાલિક ધોરણે પોલીસે ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે લાશનો કબ્જો મેળવીને વધુ તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, આ પરિણીત યુવાને આત્મહત્યા કરતા પહેલાં તેની પત્ની અને સંતાનોને પિયરમાં મૂકી આવ્યો હોવાથી તે ઘરમાં એકલો જ હતો. એટલું જ નહીં, તે દારૂના નશામાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ યુવાની આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *