દરેકમાં કઈકને કઈક સિદ્ધિ હોય છે. તેવી જ રીતે સાબરકાંઠાની એક યુવતીની અનોખી સિદ્ધિ હાંસિલ છે. જ્યાં આ યુવતીને 200 વર્ષનું કેલેન્ડર પોતાને મોઢે યાદ છે. કોઈ પણ વર્ષનું કેલેન્ડરની તારીખ કહેવામાં આવે કે સેંકડોમાં જ તે દિવસનો વાર કહી દે છે. આવી અજબની સિદ્ધિ તેના દાદા અને પિતા દ્વારા મળી છે. આ યુવતી 1801થી લઇ 2020 સુધીનું કેલેન્ડર પોતાના મોઢે યાદ છે.
દરેક યુવાનોમાં કઈકને કઈ પ્રતિભા રહેલી હોય છે અને પ્રતિભાથી જીવનમાં નામના મેળવતા હોય છે. આવી જ એવી એક યુવતી ની પ્રતિભા કે જે જિલ્લા અને રાજ્ય માં નામના મેળવી છે. આ પ્રતિભા કે જે 20 વર્ષ ની યુવતી ની છે જે અનોખી સિદ્ધિ હાસિલ કરી છે.
આ યુવતીનું નામ હેલી પ્રજાપતિ છે. કે જેણે સાબરકાંઠાના ઇડર તાલુકાના બડોલી ગામમાં ઉછળી છે. 9 વર્ષની ઉંમરથી દાદા અને પિતાની રોજિંદી કામકાજની ડાયરી દ્વારા 200 વર્ષનું કેલેન્ડર યાદ છે. આ યુવતી એમએસસી માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરે છે. આ યુવતી ભણતર સાથે સાથે કેટલાય એવોર્ડ મેળવી ચુકી છે. જેમાં 1900થી 2100 સુધીના વર્ષનું કેલેન્ડર માત્ર સેકંડોમાં જ વર્ષ અને મહિનાની તારીખ કહો કે તરત જ હેલી તે દિવસે કયો વાર હતો તે જણાવી દે છે.
તેમજ તમારી જન્મ તારીખ જણાવો અને તે કયો વાર હતો તે પણ તે જણાવી દેશે. તેમજ 2100 વર્ષના આવનાર કેલેન્ડર પણ કોઈ પણ વર્ષના મહિનાની તારીખનો વાર પણ તે જણાવી દે છે. આ અનોખી સિદ્ધિ. તે આ કેલેન્ડર હવે આગળના વર્ષોમાં 200 વર્ષ કરતા પણ વધારે યાદ રાખવા મહેનત કરી રહી છે. હવે તે આ કેલેન્ડરને કેમ યાદ રાખવું તે માટે લેપટોપથી પેજ પણ બનાવી રહી છે અને આ બાબતની લોકોને સમજ પણ આપી રહી છે. આ આજયબી સિદ્ધિ કે જે પોતાના દાદા અને પિતા દ્વારા પ્રાપ્ત થયેલી છે.
હેલીના પિતા બેચરભાઈ પ્રજાપતિ કે જેઓ તેમના પિતા રામજીભાઈ પ્રજાપતિની રોજિંદી કામની ડાયરીઓ પરથી કેલેન્ડર યાદ રાખવાની ટ્રીક મળી જે તેઓએ તેમની દિકરીને શીખવાડી અને દીકરી 9 વર્ષની વયે આ તેને રુચિ જાગતા અને ગ્રાસ્પીગ પાવર જોતા તે દીકરી 200 વર્ષનું કેલેન્ડર પોતે આખું કેલેન્ડર યાદ કરી લીધુ છે. આ આજયબી આ કુટુંબ અને સમાજ માટે અલગ પડતી દીકરી ના પિતા પણ ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.