ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદની માહોલ ધમાકેદાર ચાલી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે(Meteorological Department) વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, હજુ પણ ગુજરાતમાં સારો એવો વરસાદ(Heavy rain) ખાબકી શકે છે, રાજ્યમાં બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર(Saurashtra)માં પુર જેવી સ્થિતિ સર્જાણી હતી અને કેટલાય લોકો બેઘર થઇ ગયા હતા. કારણ કે, તેમના ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્યારે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી ખાબકી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હજુ પણ આગામી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા:
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે અનેક ડેમોમાં પાણીની ખુબ જ સારી આવક થઈ છે. તો ગુજરાત રાજ્યના જળાશયોમાં નવા નીર આવતા રાજ્યમાં જળસંકટનો ખતરો અંતે ટળ્યો છે એવામાં હજુ પણ 18 % વરસાદની ઘટ જણાઈ રહી છે ત્યારે આ મહિનામાં તે પુરી થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ સેવાઈ રહી છે. લો પ્રેશર સક્રિય થતા દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ:
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં જે વરસાદની ઘટ છે તે પુરી થઇ જશે. સાથે રાજ્યમાં અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ દાહોદ, પંચમહલ, મહીસાગર, મહેસાણામાં હળવાથી ભારે વરસાદ પડી શકે તેમ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામા આવી છે.
જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.