તાજેતરમાં સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સોમવારે પાંડેસરાના જયકૃષ્ણ નગરમાંથી બપોર બાદ ગુમ થયેલાં ભાઇ-બહેનને પોલીસ દ્વારા 100 જવાનોની ટીમ બનાવીને 25થી વધુ સીસીટીવી ચકાસીને 3 કલાકની મહેનતના અંતે સહીસલામત શોધી કાઢવામાં આવ્યા હતા. 4 વર્ષીય છોકરા અને 6 વર્ષીય બાળકીને શોધવામાં મદદ કરનારી મહિલા અને યુવકને પોલીસ દ્વારા રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
ઘટના અંગે એસીપી જે.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, પાંડેસરામાં તેરે નામ રોડ પર જયકૃષ્ણ નગરમાં રહેતા રમેશ બાબુલાલ વિશ્વકર્મા વેસુમાં સલુનમાં કામ કરે છે. જેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. 4 વર્ષનો નીલ અને 6 વર્ષિય નેન્સી સોમવારે બપોરે ગુમ થઈ ગયા હતા.
શોધખોળ કરવા છતાં તે ન મળતા પરિવાર દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પીઆઇ એ.પી.ચૌધરીએ પાંડેસરા ઉપરાંત સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મળીને 100 પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
આખા વિસ્તારમાં શોધી હતી. ટીમો દ્વારા 25થી વધુ સીસીટીવીના ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા. નીલ સાંજે કૈલાસ ચોકડી નજીક એક ખાણી-પીણીની લારી પર હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા તેનો કબજો લીધો હતો. 6 વર્ષીય નેન્સી ન મળતા પોલીસ દ્વારા નજીકના વિસ્તારના વધુ સીસી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા. નેન્સી અલથાણ તરફ જતી દેખાઈ હતી. અલથાણ બ્રિજ ક્રોસ કરીને નેન્સી દુર્ગાબેન પવાર નામની મહિલાને મળી હતી.
સીસી ફુટેજના આધારે દુર્ગાબેન સુધી પહોંચી પોલસે નેન્સીને પોતાના કબજામાં લીધી છે. પોલીસ દ્વારા દુર્ગાબેનને બે હજાર અને નીલ વિશે માહિતી આપનાર બ્રિજેશ નામના યુવકને એક હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. શ્રમજીવી પરિવારને બાળકો સહીસલામત મળતા તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. બાળકને શોધી કાઢતા પોલીસ દ્વારા સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.