ચોમાસાની શરૂઆત થાય એટલે તરત જ લોકો ઘરની બહાર નીકળતા પેહલા “છત્રી સાથે જોવા મળતા હોય છે. ચોમાસામાં વરસાદથી બચવા માટે છત્રી ખુબ ઉપયોગી સાબિત થાય છે. છત્રીનો ઉપયોગ પાછલા કેટલાય વર્ષથી અનેકવિધ સંસ્કૃતિમાં જોવા મળે છે.
છત્રી આજકાલની શોધ નથી પણ પાછલા 4000 વર્ષથી અનેકવિધ પ્રાંતમાં તેને અનેકવિધ રીતે ઉપિયોગમાં લેવામાં આવતી હતી. છત્રીનો ઉપયોગ પ્રાચીન ઇજિપ્શિયન લોકોએ સૂરજ દેવતાના પ્રકોપથી બચવા કરવામાં આવતો હતો એવા પુરાવા આપણને પ્રાચીન ઇજિપ્શિયન ચિત્રોમાંથી મળી રહે છે.
જો કે, ચીનમાં શરૂ કરવામાં આવ્યો હતો કે, જ્યા તેને પરિધાન રૂપે સાથે રાખવાનો રિવાજ હતો. ચીનમાં લાકડાની પાતળી ડાળીની સાથે મીણનું પાતળું પડ જોડીને એમાંથી છત્રી બનાવાતી હતી. ચીનમાં આવા પ્રકારની છત્રીને શિયાળા વખતે ઠંડીથી બચવા માટે પણ ઉપયોગમાં લેવાતી હતી.
ભારતમાં પણ છત્રીનો વ્યાપક ઉપયોગ કરાય છે. ભારતમાં છત્રીનો ઉપયોગ પૌરાણિક કાળથી કરવામાં આવે છે કે, જેને ઉ.દા. આપણને મહાભારતમાં મળી આવે છે. મહાભારતમાં યુદ્ધ વખતે રથ પર છત્રી હોવાનું વર્ણન વાંચવા મળે છે. છત્રી એકધારી હાથમાં પકડી રાખવામાં હાથ દુઃખી જતા વિકલ્પ સામે આજના સમયમાં રેઇનકોટનો આસાન વિકલ્પ ઉપલબ્ધ છે પરંતુ તે છત્રીની જગ્યા લઇ શકે તેમ નથી.
વિશ્વની સૌથી મોંઘામાં મોંઘી છત્રી:
સમગ્ર વિશ્વની સૌથી મોંઘી છત્રી Billionaire Couture એટેલ કે, બિલિયનર કોચર છે. આ છત્રી એક્સ્ટ્રીમ લકઝરી નામની એક પુરુષ પરિધાન બનાવતી કંપનીની છે કે, જેને ફોર્મ્યુલા વનના રેસર ફ્લેવિયો બ્રિટોર તથા એન્જેલો ગલાસો દ્વારા શરૂ કરાઈ હતી.
આ છત્રીની કિંમત $50,000 (અંદાજે ₹36,50,000) હોવું જાણવા મળ્યું છે. આ છત્રી મેળવવા માટે બિલિયનર કોચરને તેમની ઓફિસમાં ખાસ ઓર્ડર આપવો પડે છે. ત્યારપછી આ કંપની છત્રી તૈયાર કરીને તમારે ઘરે પહોચાડે છે. બિલિયનર કોચરનું પ્રોડક્શન યુનિટ વાળી ઈટલીમાં આવેલ છે.
જ્યાં આ કંપની પોતાની તમામ પ્રોડક્ટ માટે ખાસ કાચો માલ પસંદ કરીને ખાસ કારીગર દ્વારા હાથથી તૈયાર કરાવડાવે છે. એક્ટ્રીમ લકઝરી પોતાના દરેક પ્રોડક્ટની માત્રા લિમિટેડ રાખે છે. આની માટે સમાન્ય બજારમાં તેની કોઈ સામગ્રી જોવા મળતી નથી, તેમાં પણ છત્રી તો બિલકુલ નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.