મહેસાણા(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક ગંભીર અકસ્માત(Accident)નો બનાવ સામે આવ્યો છે. મહેસાણા(Mehsana)માં રાત્રે 9 કલાકે માર્ગ અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, બાઈક પર સવાર પતિ, પત્ની અને બાળકી ગણપતિ મંદિરથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન, અમદાવાદ(Ahmedabad) બાજુથી આવતી ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. જેમાં પત્ની અને બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા મહેસાણા લાયન્સ(Mehsana Lions)માં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં બાળકી અને મહિલાને ગાડી ચાલકે ટક્કર મારતા તેઓ અંદાજે 300 ફૂટ સુધી ઢસડયા હતા. અકસ્માત બાદ લોકોએ પીછો કરવામાં આવ્યો હતો અને કારને આગ ચાંપી હતી. કાર ચાલક ફરાર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા શહેરમાં સાનિધ્ય સોસાયટીમાં પાછળ આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા કૃપાલ સિંહ પોતાની પત્ની વૈશાલી બા અને 8 મહિનાની દીકરી ખુશી સાથે મહેસાણામાં આવેલા ગણપતિ મંદિરથી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, રાધનપુર ચોકડી નજીક આર્ટિગ ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા માહિલા અને તેની બાળકી ગાડી નીચે આવી ગયા હતા. ગાડી ચાલકે ગાડી રોકવાનો બદલે ગાડી દૂધસાગર ડેરી બાજુ હંકારી મૂકી હતી. સ્થાનિક લોકો દ્વારા અંદાજે 15 જેટલા બાઈક અને એક ઇકો ગાડી દ્વારા આર્ટીગાનો પીછો કરવામાં આવ્યો હતો.
અકસ્માત કરી ફરાર થયેલા આર્ટીગાના ચાલકે દૂધસાગર ડેરી સામે બમ્પ કુદાડતાં ગાડી પલ્ટી મારી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, લોકોએ ભેગા મળી ગાડીમાં તોડફોડ કરી ગાડીને આગ ચાંપી હતી. આ ઘટનાની જાણ મહેસાણા બી ડિવિઝનને થતા પોલીસ અને મહેસાણા પાલિકા ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં બાઈકચાલકની પત્ની અને 8 મહિનાની બાળકીને સારવાર માટે મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હાલ બંનેની હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.