હાલમાં અમદાવાદ પૂર્વ માં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વેવાણ અને વેવાઇ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દીકરીની ડિલિવરી વખતે મહિલા દીકરીના ઘરે આવી હતી તે દરમિયાન આંખ મળી ગઈ હતી. ત્યારબાદ જમાઈનુ મોત થતા મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે રહેવા લાગી હતી. દીકરીના બીજા લગ્નમા સાસરિયાઓ તેની સાથે મારપીટ કરતા હોવાથી તે પરત આવી હતી.
દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે પસંદ ન હોવાથી ઘરે પરત લેવા આવી હતી. પરંતુ મહિલા તેની સાથે આવવા તૈયાર થઈ નહિ. દીકરીએ દબાણ કરતા મહિલાએ હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે મહિલા તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવી તેમજ કાયદાકીય સલાહ આપી હતી. મહિલા હેલ્પલાઇન 181ને પૂર્વ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે, મારી દીકરી મને લઈ જવા માંગે છે મારે તેની સાથે નથી જવું.
જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. ચાર વર્ષ પહેલાં મહિલા દીકરીને ત્યાં સાસરીમાં ડિલિવરી માટે રહેવા ગઈ હતી. આ દરમિયાન દીકરીના સસરા સાથે મહિલાને આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનના કારણે મોત થતા મહિલાએ દીકરીના મરજી વિરુદ્ધ બીજા લગ્ન કરાવી દીધા હતા અને પોતે દીકરીના પૂર્વ સસરા સાથે રહેવા લાગી હતી.
મહિલાએ ફોન કરતાં 181 હેલ્પલાઈનની ટીમ મહિલાને ઘરે પહોંચી હતી. કાઉન્સલિંગ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે, ચાર વર્ષ પહેલાં દીકરીની ડિલિવરી વખતે મહિલા દીકરીની સાસરીમાં રહેવા ગઈ હતી. મહિલાની દીકરીના સસરા સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. મહિલા દીકરીના ઘરમાં જ વેવાઈ સાથે શરીર સુખ માણીને રંગરેલિયાં મનાવતી હતી.
દીકરીને બીજા લગ્નજીવનમાં સાસરીયા તરફથી મારપીટ થતાં તે પરત આવી ગઈ હતી. દીકરીને તેની માતા પૂર્વ સસરા સાથે રહેતી હોવાનું પસંદ ન હોવાથી દીકરી તેમને લેવા માટે આવી હતી. સમાજમાં ખરાબ વાતો થતી હોવાનુ પણ દીકરીએ કહ્યું હતું છતાં બંને માનતા ન હતા. છેવટે દીકરીએ આત્મહત્યાની ધમકી આપી હતી.
મહિલા હેલ્પલાઇનની ટીમે ત્રણેયને સમજાવ્યા હતા. દીકરીના પૂર્વ સસરાને સમજાવ્યા હતા કે, કોઈ કાયદાકીય પ્રોસેસ વગર મહિલા સાથે સંબંધ રાખવો ગુનો છે અને મહિલા અને દીકરીને પણ સમજાવ્યા હતા. વેવાઈને વૃદ્ધાશ્રમની માહિતી પણ આપી હતી. બે કલાકની સમજાવટ બાદ તેઓ રાજીખુશીથી પોત પોતાની રીતે અલગ રહેવા તૈયાર થયા હતા.