ગુજરાત (Gujarat) ના મહેસાણા (Mahesana) ના પંચોટ (Panchot)માં સાસુ-વહુના પવિત્ર સંબંધને હંમેશને માટે જીવંત રાખતો બનાવ સામે આવ્યો છે. આજના સમયમાં દરેક ઘરમાં સાસુ વહુ વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હોય છે. પરંતુ મહેસાણાનું આ ઉદાહરણ દરેક પરિવાર માટે પ્રેરણારૂપ સાબિત થશે. ૭૦ વર્ષના સાસુએ પથારીવશ પુત્રવધૂની સતત અઢી વર્ષ સુધી સેવા કરી હતી અને પુત્રવધૂને નવું જીવન આપ્યું હતું.
મહેસાણા જિલ્લાના પંચોટ ગામના પરિવારના એક સાસુએ પુત્રવધૂને દીકરી કરતાં પણ વધુ પ્રેમ આપી, બીમાર પુત્રવધૂની સેવા કરી નવજીવન આપ્યું હતું. સગી માતા કરતાં પણ વધારે ધ્યાન રાખી 70 વર્ષની ઉંમરે સાસુએ પુત્રવધૂ ની સેવા કરી હતી. મહેસાણાના પંચોટમાં કાંતિલાલ પટેલ નો પરિવાર રહે છે, કાંતિલાલ પટેલ ના દીકરા ના લગ્ન વૈશાલી નામની યુવતી સાથે થયા હતા.
લગ્ન પછી, વૈશાલી તેમના પતિ સાથે ઘરેથી બહાર ગયા હતા, તે સમયે અકસ્માત સર્જાયો હતો અને વૈશાલીના માથાના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે, વૈશાલી ને માથાના ભાગે હેમરેજ થઈ ગયું છે. પતિ દિનેશ સાથે બહાર ગયેલી વૈશાલીને એક રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતથી વૈશાલી પટેલ લાંબા સમય માટે પથારીવશ થયા હતા.
પથારીવશ વૈશાલીની સેવા નાના બાળકની જેમ કરવી પડતી હતી. પતિ દિનેશ થાય તેટલી સેવા કરતો હતો, પરંતુ વૈશાલી ના 70 વર્ષીય સાસુ શારદા પટેલ પુત્રવધુ નહીં પરંતુ તેમની દીકરી સમજીને ચોવીસે કલાક સેવા ચાકરી કરતા હતા. માથાના ભાગે હેમરેજ થતાં, વૈશાલી પટેલને અનેક સર્જરીઓ થઈ હતી. એટલે સેવાચાકરી વખતે પણ નાની-નાની વાતોનું ખૂબ ધ્યાન રાખવું પડતું હતું. પરંતુ પોતાની દીકરીને સાંજે કરવા ૭૦ વર્ષની ઉંમરે સાસુ શારદા પટેલે થોડી પણ પાછીપાની કરી ન હતી. અને સતત અઢી વર્ષ સુધી પુત્રવધૂની સેવાચાકરી કરી હતી. હાલ વૈશાલી પટેલ પોતાની રીતે જ પથારીમાં ઉભી થઇ શકે છે અને હાલી-ચાલી પણ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.