રૂપિયાની લાલચે માતાએ વેચી દીધું 3 મહિનાનું સંતાન, બાદમાં એવી કહાની ઘડી કે… પોલીસ પણ ગોટે ચડી

ઇલાહીબાગ: આ કહેવત તો બધાએ સાંભળી જ હશે કે, “સાકર વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર” આવી ઘણી કહેવતો માતા પર બની છે. કારણ…

ઇલાહીબાગ: આ કહેવત તો બધાએ સાંભળી જ હશે કે, “સાકર વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર” આવી ઘણી કહેવતો માતા પર બની છે. કારણ કે, માતા એ વ્યક્તિ છે જેને પોતાના સંતાનો પ્રત્યે ક્યારેય પ્રેમ ઓછો થતો નથી. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક માતાએ માત્ર 50 હજાર માટે પોતાના 3 મહિનાના સંતાનને વેચી દીધું હતું.

ગરીબી અને લાચારી આગળ કોઈ પણ લાચાર થઈ જાય છે. પરંતુ, આ માતાની લાલચ એવી હતી કે તેણે માત્ર 50 હજાર રૂપિયા માટે પોતાના 3 મહિનાના માસૂમ સંતાનને વેચી દીધું હતું. સંતાનને વેચ્યા બાદ તેણે અપહરણની જુઠ્ઠી કહાની પણ બનાવી નાખી. પોલીસ દ્વારા તત્પરતા દેખાડતા તપાસની શરૂઆત કરી અને CCTV ફૂટેજના આધાર પર જ એ બાળકને જપ્ત શોધી કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એ બાળકને ખરીદનારી મહિલાને અને સંતાનની માતા બંનેને જ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ગોરખનાથ પોલીસ સ્ટેશનના ઇલાહીબાગ વિસ્તારની રહેવાસી મહિલા સલમા ખાતૂને પોલીસને જણાવ્યું હતું કે, તે શહનાઈ મેરેજ હાઉસ પાસેથી પગપાળા જઈ રહી હતી. આ દરમિયાન, લાલ સાડી પહેરેલી એક મહિલા ફોર વ્હીલમાં આવી અને બાળકને લઈને જતી રહી હતી. ત્યારબાદ, પોલીસની આખી ટીમને એક્શનમાં આવતા વાર ન લાગી અને સિટીના SP સોનમ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા. CCTV ફૂટેજની મદદથી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ફક્ત એક કલાકની અંદર આ ઘટનાનો ખુલાસો થઈ ગયો. ત્યારબાદ બંને મહિલાઓને પોલીસની કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, જામીન આપીને બંને મહિલાઓને ઘરે જવા દીધી છે. પરંતુ, તપાસ હજુ પણ ચાલુ છે. અ ઉપરાંત, જાણવા મળ્યું છે કે પિતા પોતાના સંતાન માટે ઘણો પરેશાન હતો અને તેણે કહ્યું કે જો મારું સંતાન ન મળ્યું તો હું આપઘાત કરી લઇશ. આ ડરથી મહિલાએ એક કહાની બનાવી નાખી અને બાળકને વેચવાની જાણકારી છુપાવી દીધી. જાણવા મળ્યું છે કે, આ મહિલાના પહેલાથી જ 3 સંતાનો છે. તેણે વિચાર્યું હતું કે ચોથુ સંતાન વેચી દઈએ. બાળક તો ફરીથી થઇ જશે. એ બધી વાત તેણે પોલીસને કહી તો પાલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *