હાલમાં સોસિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવી રહેલ સમાચારને લઈ જાણકારી સામે આવી છે. સમગ્ર રાજ્યમાં લગ્નવાછુંક યુવકને ફસાવીને ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હન ગેંગ ફરીથી સક્રિય થઈ છે. કેટલાક એવા યુવકો છે કે, જેમને પોતાની જીવનસાથી શોધવામાં કેટલીક મુશ્કેલીઓ પડે છે ત્યારે આવા સમયમાં માસૂમ લોકોને ફસાવવા માટે આખી ગેંગ સક્રિય હોય છે.
જેમાં કન્યા તથા એના પરિવારજનો, ઘર અને બધું બોગસ હોય છે. જ્યારે લગ્ન થાય ત્યારપછી યુવતી એક અઠવાડિયામાં હાથ ફેરો કરીને જતી રહેતી હોય છે. આવા જ એક યુવકને ફસાવીને તેના 3 લાખ રૂપિયા લઈને એક જ સપ્તાહમાં દુલ્હન, તેના સ્વજન ભાગી ગયા છે. આટલું જ નહીં યુવતીએ અગાઉ પણ લગ્ન કરીને યુવકને નૈવેદ્ય કરવાનું કહીને બીજા લગ્ન પણ કરી લીધા હતા.
યોગ્ય જીવનસાથી શોધતા યુવકના અરમાનો તૂટ્યા:
ગાંધીનગર જિલ્લાનાં માણસા નજીક રહેતા 38 વર્ષીય અલ્પેશભાઈ સોની પોતે સોનીની દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. માતાના નિધન પછી અલ્પેશ ભાઈ તથા તેમના પિતા ઘરે એકલા જ રહેતા હતાં. અલ્પેશ ભાઈ પોતાના માટે સારું પાત્ર શોધતા હતા. આવા સમયે એમના પિતાના પરિચયથી એક મહિલાનો નંબર મળ્યો હતો કે, જેને સોનલ નામની યુવતીની વાત જણાવી હતી.
લગ્ન વખતે દુલ્હનના પરિવારે 3 લાખ રૂપિયા લીધા:
સોનલને જોવા માટે અલ્પેશભાઈ અમદાવાદ આવ્યા હતા. ત્યારપછી સોનલ તથા પરિવારને ઘર જોવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યારપછી લગ્ન નક્કી થઈ ગયા તેમજ અમદાવાદ ગોમતીપુર પાસે વકીલની ઓફિસ નજીક લગ્ન કરાવ્યા હતા. લગ્ન વખતે સોનલના કહેવાતા સગાંઓએ અલ્પેશભાઈ નજીક 3 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા થોડાં કરીને અલ્પેશભાઈએ એકત્ર કર્યા હતા. અલ્પેશભાઈ તથા સોનલના લગ્ન થયા પછી તેઓ માણસા રહેવા માટે ગયા હતા.
નૈવેદ્યના બહાને પિયર ગયેલી યુવતી પરત જ ન આવી:
માસી સાથે પિયર ગયેલ સોનલ પરત આવતી ન હતી તેમજ ઘણીવાર વાયદા કરાતા હતાં. જેને લીધે અલ્પેશભાઈ સોનલને શોધવા માટે અમદાવાદ આવ્યા તો સોનલના ઘરે તાળું મારેલું હતું. આટલું જ નહીં થોડા દિવસ પછી અલ્પેશભાઈના ઘરે એક ભાઈ આવ્યાં તો એમણે જણાવ્યું હતું કે, મારા સોનલની સાથે લગ્ન થયા હતા તેમજ તમારી પાસેથી ગયા પછી સોનલના લગ્ન બીજે થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.