સુરતમાં આજે નવનિર્મિત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની બેઠકમાં હોદ્દેદારોની કરવામાં આવશે નિમણુક- આ નામ છે મોખરે

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો સારી રીતે જાણે છે કે કુદરતી હીરાના ક્ષેત્રમાં રફ હીરાના ઉત્પાદન,વાર્ષિક કે ત્રિમાસિક કારોબાર, રફ અને તૈયાર હીરાની કીંમત એટલે કે માઇન્સથી માર્કેટ સુધી ની તમામ પારદર્શક માહિતી સમયાંતરે જાહેર કરવામાં આવે છે. તેની તુલનાએ લેબગ્રોન હીરાનું ઉત્પાદન, ત્રિમાસિક કારોબાર, રફ કે તૈયાર લેબગ્રોન હીરાની કીંમત સહીતની જરૂરી પારદર્શક માહિતીનો અભાવ લેબગ્રોનના કારોબાર માટે મોટો અવરોધ છે. પરંતુ હવે સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન અને નિકાસના ક્ષેત્રમાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

કુદરતી હીરાની સાથે સુરત હવે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન અને નિકાસના ક્ષેત્રમાં મક્કમતાથી અને પરિશ્રમથી પ્રગતિ તરફ ધકેલાય રહ્યું છે. વૈશ્વિક અહેવાલ મુજબ આગામી થોડાક જ વર્ષોમાં સુરત લેબગ્રોનના ઉત્પાદનમાં વિશ્વ ચેમ્પિયન બને તેવું દેખાઈ રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમયની જરૂરીયાત મુજબ લેબગ્રોન ઉત્પાદકો, ટ્રેડર્સ અને કારોબારીઓ સહીત સહુના સહિયારા પ્રયાસથી અને સાથને કારણે લેબગ્રોન ડાયમંડ એસોસિયેસનની રચના કરવામાં આવી છે. જેની આજે કતારગામ ખાતે પ્રથમ બેઠક મળવા જઈ રહી છે.

આજે એટલે કે, ૧૮-૦૮-૨૦૨૧ના રોજ કતારગામ ખાતે મળનારી બેઠકના એજન્ડા અને સંગઠનનો ઉમદા ઉદ્દેશ્ય અંગે પ્રતિભાવ આપતા ભંડેરી લેબગ્રોન ડાયમંડના સીઈઓ ડો. સ્નેહલ પટેલે કહ્યુ છે કે, સુરતમાં લેબગ્રોનનું ઉત્પાદન,રફ લેબગ્રોન હીરાને તૈયાર કરવા માટે મેન્યુફેકચરીંગ ટ્રેડીંગ અને નિકાસ ઝડપથી વધી રહી છે અને મક્કમતાથી આગળ વધી રહ્યા છે. આ સેક્ટરની ઝડપી વૃદ્ધિને જોતા મોટા પ્રમાણમાં રોજગારીની પણ તકો ઉપલબ્ધ થવાની છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ સંગઠનની રચના કરવામાં આવી છે. સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય અને ધ્યેય લેબગ્રોન ઉદ્યોગની વિવિધ સમસ્યાઓને લાગતા વળગતા સરકારી વિભાગોમાં અસરકારક રીતે રજુઆત કરી તેનું નિવારણ લાવવાનો તેમજ લેબગ્રોન હીરાનું પ્રમોશન કરવાનો છે.

આજે તારીખ 18-ઓગષ્ટ અને બુધવારના રોજ સાંજે 05-કલાકે સુરત ખાતે શ્રી સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, કતારગામ ખાતે નવનિર્મિત લેબગ્રોન ડાયમંડ એસોસિયેસનની મળનારી બેઠક યોજાવાની છે જેના એજન્ડા અંગે તેમણે જણાવતા કહ્યુ છે કે, આ પ્રથમ બેઠકમાં સર્વસહમતિથી નવરચિત સંગઠનના પ્રમુખ,ઉપપ્રમુખ સહીત અન્ય હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવશે. સંગઠનના પ્રમુખ પદ્દની જવાબદારી બાબુભાઈ વાઘાણી અને ઉપ-પ્રમુખની જવાબદારી હરેશભાઈ નારોલાને સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *