National Anthem: દેશભરની સાથે સુરતમાં પણ 75માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક બાળકે ગાયેલું રાષ્ટ્રગીત(National Anthem) ખુબ વાયરલ થઈ રહ્યું છે. 6 વર્ષનો બાળક પોતાની કાલી ઘેલી ભાષામાં રાષ્ટ્રગીત ગાઈ રહ્યો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો આ ગીતને શેર પણ ખુબ કરી રહ્યા છે.
કાળી ઘેલી ભાષામાં ગયું રાષ્ટ્રગીત
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતો 6 વર્ષીય નિયાન ભાર્ગવભાઈ માલવિયા સિનિયર કેજીમાં અભ્યાસ કરી રહ્યો છે. નિયાન 3 વર્ષની ઉંમરથી જ નાની નાની સ્પીચ આપતો હોવાનું જણાવતા પિતા ભાર્ગવભાઈએ કહ્યું છે કે, તે સ્વામી વિવેકાનંદની સ્પીચ આપે છે. તેની સ્કૂલ દ્વારા પણ તેને ઘણા ટાસ્ક આપવામાં આવે તે પ્રમાણે તે સ્ટેજ પરથી સ્પીચ પણ આપે છે. થોડા સમય પહેલા જ 2200 લોકોની વચ્ચે સ્ટેજ પરથી સ્પીચ આપી હતી. ઘરેથી પણ તેને આ પ્રકારનો માહોલ આપવામાં આવી રહ્યો છે. જેથી તે સરળતાથી બધુ જ બોલી શકે.
તેમને બે સંતાનો છે. તેમાં મોટો નિયાન હોવાનું કહેતા ભાર્ગવભાઈએ કહ્યું છે કે, તેઓ પોતે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે. પરંતુ ઘરનું વાતાવરણ ધાર્મિક છે. કોરોનામાં પિતાનું અવસાન થયું તે અગાઉ નિયાન દાદા-દાદી પાસે જ વધુ રહેતો હતો. દાદાની સાથે આરતી કરવી અને સવાર સાંજના સ્વાધ્યાય પરિવારના શ્લોકની સાથે હનુમાન ચાલિસા પણ કડકડાટ બોલે છે.
થોડા સમયથી તે શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકને કંઠસ્થ કરીને તેના પણ વીડિયો બનાવાયા છે. દાદીની પાસેથી શીખીને અત્યારે પણ સરસ લગ્નના સ્ટેજ પર બોલે છે. દેશના મહાન નેતાઓની સાથે સાથે ભગવાન વિષે પણ બોલી રહ્યો છે. ઓછી તૈયારીમાં વધુ સરસ રીતે સ્પીચ આપતો હોવાથી બધે જ તેને સ્ટેજ પર મોકો મળી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube