ક્યારે જાગશે તંત્ર? રખડતા ઢોરને કારણે પરિવારે મોભી ગુમાવ્યા, આખલાએ શીંગડે ભરાવી ધડામ દઈને નીચે પટક્યા

અવાર નવાર રખડતા પશુઓ (animals)ના આંતકના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. જેમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. ગાંધીધામ સંકુલ (Gandhidham Complex)માં અંતરજાળની સોસાયટીમાં પોતાના ઘર નજીક રમી રહેલા બાળકોને આખલો મારશે તે વિચારી બચાવવા ગયેલા 65 વર્ષીય વૃધ્ધને જ આખલાએ અડફેટે લેતા નીચે પટક્યા હતા. જેને પગલે વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારે પોતાના વડીલ મોભી ગુમાવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અચાનક વિફરેલા આખલાએ ઢીંક મારી તેમને નીચે પટક્યા:
મળતી માહિતી અનુસાર, અંતરજાળમાં આવેલા બાલાજી પાર્કમાં રહેતા 65 વર્ષીય મહોબતસિંહ માધુભા રાઠોડ શુક્રવારે સાંજે પોણા સાત વાગ્યે ઘર પાસે રમી રહેલા બાળકોને પાસે જ ઉભેલો આખલો મારી લેશે તે વિચારી તેઓ આખલાને ભગાડવા ગયા હતા. પરંતુ આ દરમિયાન અચાનક વિફરેલા આખલાએ મહોબતસિંહને ઢીંક મારી હોવાને કારણે નીચે પટક્યા હતા, પટકાયા બાદ આખલાએ તેમને ઢસડ્યા પણ હતા જેને કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાને કારણે સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેમણે દમ તોડ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર હિંમતસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે વધુ હાથ ધરવામાં આવી છે. હાલ આ અણધારી ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

જીવ ગયા પછી કડક કાર્યવાહી કરાશે?
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રખડતા ઢોરોને કારણે કોઇ જીવ જશે તેવી દહેશત સાથે અનેક રજુઆતો પણ થઇ છે. હવે જ્યારે આ જ કારણોસર એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ત્યારે હવે કડક કામગીરી કરાશે ખરી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *