હાલમાં ગણપતીનો ઉત્સવ ચાલી રહ્યો છે. ઘણાં શ્રીગણેશનાં મંદિરોમાં માત્ર ગણપતી બપ્પાની જ મૂર્તિ હોય છે, પરંતુ હાલમાં અમે આપની માટે એવી એક જાણકારી લઈને આવ્યાં છીએ. આપને પણ આ મંદિર વિશે ભાગ્યે જ ખબર હશે. તો આવો જાણીએ …
આખાં રાજ્યમાં ફક્ત સિદ્ધપુરમાં જ સમગ્ર પરિવારની સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરેલી છે. ગણેશજીનાં પરિવારની સાથે-સાથે વિષ્ણુજીની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી છે. ગાયકવાડ સરકારનાં સમયથી સિદ્ધપુરમાં આવેલ નદીનાં ઢાળની આગળ વિસ્તારમાં પંચાયતી ગણેશ મંદિર સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.
મંદિરનાં પૂજારી રવીન્દ્ર ત્રિવેદીનાં જણાવ્યા પ્રમાણે ગાયકવાડની સરકારે અમને આ પંચાયતી ગણેશની પ્રાચીન પ્રતીમા આપી હતી. આ મૂર્તિની અમારા વડવાઓ દ્વારા પૂજા પણ કરવામાં આવતી હતી.પંચાયતી ગણેશ મંદિરમાં લવિંગની માળા અર્પણ કરવાની જુદી જ માન્યતા રહેલી છે.
ભક્તો આ મંદિરમાં મંગળવારનાં રોજ લવિંગની કુલ 21 માળા અર્પણ કરે છે. આની સાથે જ આ એકમાત્ર એવું મંદિર છે, કે જ્યાં ગણપતિને ફક્ત ગોળની જ પ્રસાદી જ અર્પણ કરવામાં આવે છે.આ મંદિર પ્રેમી યુગલોની માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. મંગળવાર તેમજ ગુરુવારનાં રોજ પ્રેમી યુગલો પોતાની મનોકામના પૂર્ણ કરવાં માટે માનતા રાખવાં માટે આવતાં હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews