કોરોનાની વૈશ્વિક મહામારીને લીધે અર્થતંત્ર, રોજગારી, ઉદ્યોગ, આરોગ્ય પર વિપરીત અસર પડી છે પણ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની માટે કોરોના ‘પોઝિટિવ’ સાબિત થયો છે. વર્ષો પહેલા જે સંતાનો વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા હોય એમનું હૃદય પરિવર્તન થતાં પોતાની ભૂલ સમજાઇ ગે છે.
વડીલોની વર્તણૂકથી નારાજ થઈને જે સંતાનો વડીલોને મૂકી ગયા હોય એ જ એમને પરત ઘરે લઈ ગયા છે. રાજ્યમાં આવેલ રાજકોટ શહેરના અનેક વૃદ્ધાશ્રમમાં આવા કુલ 4 કિસ્સા બન્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે કે, જેમાંથી 3 કિસ્સામાં તો દીકરી જ પોતાના માતા-પિતાને ઘરે લઈ ગઈ હતી.
રમણીકકુંવરબા આશ્રમના સંચાલક ડોક્ટર ભાવનાબેન જોશીપુરા જણાવે છે કે, કોરોના મહામારી તથા લોકડાઉન પૂર્ણ થયા પછી સામાજિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. વૃદ્ધાશ્રમના વડીલો કોરોના મહામારીમાં એકબીજાની હૂંફના સાથી બની રહ્યાં છે. કોરોના પછી કોઈ વૃદ્ધોને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યું નથી. જે સૂચવે છે કે, આજની પેઢીને પરિવારનું મહત્ત્વ સમજાઈ ગયું છે તેમજ વડીલોની સાચી કિંમત સમજાઈ છે.
1. રાજકોટમાં રહેતા હેત નામનાં દીકરાએ એનાં માતા-પિતાને અલગ અલગ વૃદ્ધાશ્રમમાં મુક્યા હતા. લગભગ 5 વર્ષ જેટલો સમય થઈ ગયો હશે કે, બંને પતિ-પત્નીને જુદાં રહેવું પડ્યું હતું. સમય જતાં હેતના પિતાનું અવસાન કોરોના મહામારી પછી થયું. હેતને પોતાની ભૂલ સમજાઈ જતાં બાકીની જિંદગી માતા સાથે પસાર કરી શકાય એની માટે માતાને વૃદ્ધાશ્રમમાંથી લઈ ગયો હતો. (નામ બદલી દેવામાં આવ્યું છે)
2. રાજકોટમાં રહેતા ભાનુબેન છેલ્લાં11 વર્ષથી વૃદ્ધાશ્રમમાં એકલા રહેતા હતા. હાલમાંમાં તેમને કોરોનાની અસર થતાં સંચાલકોએ એમના દીકરા-દીકરીને જાણ કરીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. તેઓ સાજા થઈને પાછાં ફર્યા પછી વૃદ્ધાશ્રમમાં આવ્યા હતાં. દીકરીને જાણ થતાંની સાથે જ તે પોતાની માતાને ઘરે લઈ ગઈ હતી. (નામ બદલવામાં આવ્યું છે)
3. અન્ય એક વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધાને કોરોનાની અસર થતાં સાજા થઈ ગયા પછી દીકરી પોતાની જવાબદારી નિભાવવા માટે માતાને ઘરે લઈ ગઇ હતી પણ માતા વર્ષોથી વૃદ્ધાશ્રમ રહેતા હોવાંથી તેમની માટે વૃદ્ધાશ્રમ એક પરિવાર બની ગયો હતો. સુખ-સંપતી હોવા છતાં માતાને દીકરીના ઘરે ન ફાવ્યું તેમજ એક સપ્તાહ પછી દીકરીને જણાવ્યું કે, મને અહીં ગમતું નથી તું મને વૃદ્ધાશ્રમ મૂકી જા જેથી તેઓ વૃદ્ધાશ્રમ પરત ફર્યા હતાં.
4. આ કિસ્સામાં એક વૃદ્ધાની ફક્ત તબિયત જ ખરાબ થઈ હતાં વૃદ્ધાશ્રમના સંચાલકો દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેમાંથી દીકરીને જાણ થતાંની સાથે જ તે પોતાની માતાને પોતાની સાથે ઘરે લઈ ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle