કોવીડ હોસ્પિટલમાંથી દર્દીએ કાચ તોડીને લગાવી બીજા માળેથી છલાંગ અને…

આપઘાતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આર્થિક સંકડામણ અથવા તો અન્ય કોઈ કારણોસર માનવી આપઘાત કરવાં માટે મજબુર બનતો હોય છે. જેને લીધે પરિવાર નિરાધાર બની જતાં હ્યો છે ત્યારે આત્મહત્યાની આવી જ અન્ય એક ઘટના રાજ્યમાં આવેલ જામનગર જીલ્લામાંથી સામે આવી છે.

શહેરની જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં છેલ્લાં 3 દિવસથી સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ પોરબંદરના વતની 45 વર્ષીય લેખરાજ પરમાર શનિવારની સવારે 10:30 વાગ્યાનાં અરસામાં અચાનક કોવીડ હોસ્પિટલના બીજા માળેથી કૂદકો માર્યો હતો.

તેણે હોસ્પિટલની ઇમારતમાં લગાવવામાં આવેલ ફાયર ઇકવીપમેન્ટ વડે એક બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કરતા ન તૂટતા બીજી બારીનો કાચ તોડીને તેમાંથી નીચે પડતૂં મૂકયું હતું. આ ઘટનાને કારણે હોસ્પિટલના સિકયુરીટી કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

માનસિક રીતે અસ્થિરનો કોવીડ રિપોર્ટ નેગેટિવ : ​​​​​​​
​​​​​​​બીજી તરફ તબીબોની ટુકડી નીચે પહોંચી ગઈ હતી તેમજ એમ્બ્યુલન્સ મારફતે દર્દીને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આની સાથે જ કોવીડ ગાઇડલાઇન પ્રમાણે તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ પણ પહોંચી ગઈ હતી તેમજ તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ દર્દી માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *