જનતા પ્રશ્નોથી ગભરાયને મેયર ગાડી છોડીને PAની બાઈક પર બેસીને થયા ફરાર

Mayor of Surat fled through the back door: સુરતના વોર્ડ નંબર-16 પૂણા વિસ્તારની સહયોગ સોસાયટીમાં ઘણા વર્ષો પછીપણ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો સાથે ડ્રેનેજ લાઈનના પ્રશ્નનો કોઈ જ ઉકેલ આવતો નથી. પાલિકા તંત્રની(Mayor of Surat fled through the back door) કામગીરીમાં ઢિલાસને પગલે ત્રાસેલા સ્થાનિકોએ વિપક્ષના કોર્પોરેટરો સાથે સોમવારે મહાનગરપાલિકા પર મોરચો માંડ્યો હતો.

બપોરથી સાંજ સુધી આપના કોર્પોરેટરોએ રહેવાસીઓ સાથે વિરોધ પ્રદર્શનો કરીને મહાપાલિકાને માથે લઈ લીધી હતી.ચાર કલાક સુધી લોકોના ધરણા-વિરોધ પ્રદર્શન ચાલતા રહ્યા હતા. તેમ છતાં રહેવાસીઓ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અધૂરામાં પૂરું, સિક્યોરીટીએ લોકોને દરવાજા પર જ અટકાવીને ધક્કે ચઢાવ્યા હતા.

દરવાજા પર મોરચાને પગલે ત્રણેય ગેટ પણ સિક્યુરીટીએ બંધ કરી દીધા હતાં.મેયરે કોર્પોરેટરોને સાંભળ્યા પછી ચોમાસા પછી દશેરાથી કામગીરી શરૂ કરી દેવાની બાંયધરી પણ આપી હતી,પરંતુ તેમ છતાં મેયર હેમાલી બોઘાવાલાનો લોકોએ ઘેરાવ કર્યો હતો તેથી મેયરે પાલિકાની પાછળની ગલી પકડીને પોતાના PA સાથે બાઈક પર જવા પ્રયાસ કર્યો હતો.જો કે, ત્યાં પણ લોકોએ ‘ પ્રશ્નનો ઉકેલ ક્યારે આવશે, મેયર જવાબ આપો.

‘સાંભળવાને બદલે મેયર પાછળના રસ્તે PAની બાઈક પર ભાગી ગયાં’
સુરતની સહયોગ સોસાયટીમાં ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકો સાથે રજૂઆત કરવા પાલિકા ખાતે આવ્યાં હતાં. શરૂઆતમાં મેયરે મળવાની ના પાડતાં સિક્યુરીટીએ અટકાવીને ધક્કે ચઢાવ્યા અને ત્રણેય ગેટ પણ બંધ કરી દીધા હતા.જો કે, મેયરે મળીને પણ માત્ર આશ્વાસન આપ્યા હતા. સ્થાનિકોને પૂરે પૂરા સાંભળીને સાંત્વના આપવાને બદલે તેઓ પાછળના રસ્તેથી પીએની બાઈક પર રીતસરના તેઓ ત્યાંથી ભાગી ગયાં હતાં.’ – પાયલ સાકરિયા, કોર્પોરેટર, આપ

‘કામ ચાલુ કરાવી દીધું હોવા છતાં હાઈલાઈટ થવા વિરોધ પ્રદર્શન કર્યાં’
આગળના બંને રસ્તે લોકો ધરણાં કરી રહ્યા હતા.ઓફિસમાં મળી ગયાં, મેં કામ પણ ચાલુ થઈ ગયું છે તેમ કહેવા છતાં વિરોધ કરે તો હું શું કરું? દશેરા પર અંદાજ મંજૂર કરાવીને કામ ચાલુ કરાવી દેવા બાંયધરી પણ આપી હતી.આપ નેતા ડો. રૂપારેલીયા સહિત અન્ય 3 કોર્પોરેટરોએ કબુલ્યું હતું કે, મેં ઝોનમાં કામ ચાલુ કરાવી દીધું છે તેમ છતાં પણ લોકો સાથે આવ્યા હતા. તેમણે માત્ર હાઈલાઈટ થવું છે. મને જુલાઈ-ઓગસ્ટમાં જ અરજી મળી છે.’ – હેમાલી બોઘાવાલા, મેયર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *