રાજ્યમાં એવા ઘણા લોકો છે જેને રહેવા માટે સરખું ઘર અને ખાવા માટે અનાજ પણ પુરતું મળી રહેતું નથી. ત્યારે આવા લોકોને ઘણા લોકો મદદે આવતા હોય છે. જેમાંથી એક છે ખજુરભાઈ. મિત્રો જયારે હું ખજુરભાઈ વિષે કઈક પણ લખતો હોવ ત્યારે હૈયું હિલોળા ગાતું હોય એવું લાગે છે. જયારે આવા મહાન માણસ વિષે લખું છું ત્યારે મન પ્રફુલ્લિત થઇ જાય છે. આવા મહાન વ્યક્તિની બીજી એક ભલાઈની વાત છે જે આખા ગામ માટે ફાયદા રૂપ થયા છે.
ગુજરાતમાં જયારે જોરદાર વાવાજોડું ફુંકાતુ હતું ત્યારે મારા વહાલા મિત્ર એવા ખજુરભાઈ ગણા ચિંતિત જોવા મળતા. એક વાર મે તો પૂછી લીધું નીતિનભાઈ શાની ચિંતામાં દેખાવ છો ત્યારે તેઓ તરત જ બોલી ઉઠ્યા મને મારા ગુજરાતીઓની ચિંતા છે આવા ભયાનક વાવાજોડામાં એ લોકો શું કરતા હશે જેમની પાસે ઘર જ નથી અને જેમની પાસે છે એ પણ એવા છે જે થોડા પવનથી જ ઉડી જાય છે. જે લોકો ઝુંપડા જેવા ઘરમાં રહેતા હોય એમનું શું?
View this post on Instagram
ખજુરભાઈના આવા વિચારો જોઈ હું તો બે ઘડી વિચારમાં પડી ગયો મને લાગ્યું યાર અદભુત છે. આ માણસ આવા વાવાજોડામાં ધાબાવાળા મકાનમાં રહેતા માણસો પવન અને વરસાદનો આનંદ લે છે. જયારે આ માણસને આવા સમયમાં બીજા લોકોની પડી છે એ વખતે જ મેં વિચારી લીધું હતું આ માણસ એક દિવસ લોકોના દિલો પર જરૂર રાજ કરશે.
આજે એ દિવસ આવી ગયો છે. આજે ખજુરભાઈ ગુજરાતનાં એક એક માણસના દિલો પર રાજ કરે છે જ્યાં જાવ ત્યાં બસ ખજુરભાઈની જ વાત થાય છે. અમે તમને પહેલા પણ જણાવ્યું હતું કે, ખજુરભાઈ એક ગામમાં એક દાદાની મદદ માટે કામ કરી રહ્યા હતા ત્યારે તેમને એ વાતનો અહેસાસ થયો કે મોટા ભાગના લોકોના ઘરે પાણીની સમસ્યા છે. પાણી આવે છે તો પણ બહુ ઓછા પ્રમાણમાં આવે છે. એટલે બે કે ત્રણ દિવસે એક વાર પાણી આવે ત્યારે નીતિનભાઈને થયું કે, લાવોને હું જેને પાણીની વધારે તકલીફ છે એમને પાણીની ટાંકીઓ લાવી આપું જેથી તેઓ પહેલાથી જ પાણીનો થોડો સ્ટોક કરી લે અને તે લાંબા સમય સુધી પાણીનો ઉપયોગ કરી શકે.
ખજુરભાઈએ 30થી પણ વધારે પાણીની ટાંકીઓ ગામના લોકોમાં વહેંચી દીધી ઘણા તો એવા ઘર હતા જે લોકો આવી ટાંકીનો ઉપયોગ જ નોતા કરતા એમને તો બસ આજ સુધી સિમેન્ટની ટાંકીનો જ ઉપયોગ કર્યો હતો એટલે ખજુરભાઈને કહ્યું ભલે તેમણે જે પણ કારણથી આજ સુધી પ્લાસ્ટિક ટાંકીનો ઉપયોગ ન કર્યો હોય પણ હું તેમના માટે જરૂર લાવી આપીશ અને એ પણ તેમણે કરી બતાવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.