મોરબી(ગુજરાત): આપણે એવા ઘણા દેશના સેના(Army)ના જવાનોને જોતા હોઈએ છીએ, જે કાયમ માટે દેશની રક્ષા કરવા માટે તૈયાર હોય છે અને દેશની સેવા કરતા હોય છે. સેનાના જવાનો પોતાના પરિવાર(Family)ના લોકોથી જુદા રહીને દેશની રક્ષા કરતા હોય છે, ઘણીવાર દેશની સેવા કરતા કરતા ઘણા જવાનો શહીદ પણ થઇ જતા હોય છે.
જયારે સેનાના સૈનિકો પોતાની ફરજ પૂરી કરીને વતન પરત ફરે ત્યારે તમામ નિવૃત્ત સૈનિકોનું ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરે છે. એ જ રીતે આજે આપણે એક એવા નિવૃત્ત સૈનિકની વાત કરીશું જેણે સત્તર વર્ષ દેશની સેવા કરી. જણાવી દઈએ કે, આ જવાન હળવદ તાલુકાના રણજીતગઢ ગામમાં રહેતો હતો.
આ જવાનનું નામ દિલીપભાઈ જસવંતભાઈ સોનેગરા છે. આ જવાન જયારે નિવૃત થઈને તેમના વતને પરત આવ્યા ત્યારે ગામના લોકો દ્વાર મોટી સંખ્યામાં ભેગા થઈને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જવાન નિવૃત થઈને તેમના વતન પહોંચ્યા તે સમયે ગામના લોકો દ્વારા ભેગા થઇને આ જવાનની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ જવાનને ગામના લોકોએ ફુલહાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું.
આ જવાન જયારે રિટાયર્ડ થઈને તેમના ગામમાં આવ્યા તે સમયે એવું લાગતું હતું કે, ગામમાં જાણે કોઈ મોટો પ્રસંગ હોય. આખું ગામ આ જવાનની શોભાયાત્રામાં જોડાયું હતું અને બધા લોકોએ દેશ ભક્તિના ગીતો ગાઈને રિટાયર્ડ જવાનનું ખુબ જ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. આ જવાને તેમની જીવની ચિંતા કર્યા વગર તેમના પરિવારના લોકોથી દૂર રહીને 17 વર્ષ સુધી દેશની સેવા કરી હતી.
આ નિવૃત જવાનનો ગામના લોકો દ્વારા જીપમાં વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ જવાનનો ગામના બધા લોકોને દિલથી ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે એવું પણ કહ્યું હતું કે, ગામના કોઈ યુવાનને દેશની સેવા કરવા માટે સેનામાં જોડાવવું હોય તે લોકોને માહિતી આપીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.