બનાસકાંઠા(Banaskantha): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતના બનાવો સામે આવ્યો છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા(Social media)માં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પીકઅપ ગાડી ખીણમાં ખાબકી હોવાનું જોવા મળે છે. આ વીડિયો રાજસ્થાન(Rajasthan)ના માઉન્ટ આબુ(Mount Abu) રોડનો હોવાની ચર્ચા સોશિયલ મીડિયાના ગ્રુપમાં થઈ રહી છે. ત્રિશુલન્યુઝ આ વીડિયોની કોઈ પુષ્ટિ કરતૂ નથી. ત્યારે આ ઘટના જોઇને રસ્તા પરથી પસાર થતા પ્રવાસીઓની ચીસો નીકળી ગઈ હતી.
એક પીકઅપ ટ્રક હજારો ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. આ ઘટનાને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કાર ખીણમાં ખાબકી હતી અને લોકો બૂમો પાડી રહ્યા હતા. એક સોશિયલ મીડિયા ગ્રુપમાં આ વીડિયો રાજસ્થાનના માઉન્ટ આબુનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
એક પીકઅપ ગાડી હજારો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી- વિડીયો જોઈને હચમચી ઉઠશો#પીકઅપ_ગાડી #Pickup_car #ખીણ #valley #અકસ્માત #accident #trishulnews pic.twitter.com/bNok9KZDJI
— Trishul News (@TrishulNews) June 25, 2022
આ વીડીયોમાં રાજસ્થાની ભાષામાં લોકો બોલી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. જોકે, સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી અનુસાર આ વીડીયો માઉન્ટ આબુ રોડનો નહીં પરંતુ અન્ય જગ્યાનો છે.
એક વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન, જ એક પીકઅપ ગાડી ખીણ નીચે ખાબકી રહી હતી જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કોઈ ગાડીને પકડી રાખો, ગાડીને રોકી લ્યો તેમ લોકો કહી રહ્યા હતા. જોકે, થોડીવારમાં જ ગાડી હજારો ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જેને લઈ પ્રવાસીઓમાં ચકચાર મચી હતી. ગાડી ખીણમાં ખાબકતા જ વીડિયો ઉતારનાર સહિત આજુબાજુ લોકો રાજસ્થાની ભાષામાં ચર્ચા કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ આ વીડિયો માઉન્ટ આબુનો નહીં પરંતુ અન્ય જગ્યાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.