સુરત પોલીસના એક કોન્સ્ટેબલે કરેલી હરકતને જોઈને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમનને કરવો પડ્યો સુરત કમિશ્નર અને કલેકટર ને ફોન

સુરતમાં ફરીએકવાર પોલીસનો આતંક વધ્યો છે. ફરી એકવાર સુરત પોલીસનું ગુંડા જેવું અશોભનીય વર્તન સામે આવ્યું છે. સુરતની કેનેરા બેંક (સિન્ડિકેટ બેન્ક )ની સારોલી સુરત બ્રાંચમાં પોલીસવાળાની ખુલ્લી દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારના પોલીસ મથકના કોન્સ્ટેબલ ની ગુંડાગર્દી સામે આવી છે. પોલીસ દ્વારા બેંકની મહિલા કર્મચારીને માર્યો માર મારવામાં આવ્યો હતો.

ઘટના એ પ્રકારે હતી કે, પોલીસ કોન્સ્ટેબલના સંબંધી બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા ગયા હતા. અને કોઈ કારણોસર એન્ટ્રી ના પાડી આપતા બાદમાં પોલીસ કોન્સ્ટેબલ બેંકમાં જઇ પોહચ્યો હતો. જ્યાં આ કોન્સ્ટેબલે બેંક કર્મચારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી અપશબ્દો બોલ્યા હતા.

આ વાતની જાન કેન્દ્રીય મંત્રી નિર્મલા સીથારામનને થતા તેઓની ઓફીસ દ્વારા સુરત પોલીસ કમિશ્નર અને સુરત કલેકટર સાથે સીધી વાત કરી છે. અને દોષિત ને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ખાતરી આપાઈ છે. સાથે સાથે તેઓએ કહ્યું છે કે સુરત પોલીસ કમિશનરે ખાતરી આપી છે કે તેઓ જાતે સ્થળ તપાસ કરશે.

આ તમામ ઘટના નો વિડ્યો ઉતારી રહેલી બેંક ની મહિલા કર્મચારી ને કોન્સ્ટેબલે માર માર્યો હતો. આ પોલીસ કોન્સ્ટેબલે કોરોનાના જાહેરનામાનો ભંગ કરી માસ્ક પહેર્યા વિના, સોશિયલ ડીસટનસ જાળવ્યા વગર બેંક માં પ્રવેશ કરી બેંકના પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસી જઇ મહિલા કર્મચારીને ને ધક્કો મારી ઇજા પહોંચાડી.

પોલીસ કોન્સ્ટેબલે મોબાઇલ આંચકીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના અનુસાર એક બેંક મહિલા કર્મચારી સાથે પોલીસ કોન્સ્ટેબલનું અશોભનીય વર્તન સામે આવ્યું છે. હંમેશા મહિલાઓની સુરક્ષાની વાત કરતી પોલીસ આવી હાલ વિવાદમાં ફસાઈ છે. આ તમામ ઘટના અંગે પુણા પોલીસે બેંકની મહિલા કર્મચારીની માત્ર એનસી ફરિયાદ નોંધી છે. સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે માત્ર એનસી ફરીયાદ નોંધવામાં આવી. આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *