મુંબઈ પોલીસે ટવીટર પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી લેનારો છે, મુંબઈનો એક પોલીસકર્મી કોરોનાવાયરસથી સંક્રમિત મળી આવ્યો હતો.ઈલાજ માટે હોસ્પિટલ જતા પહેલા પોલીસ કર્મીએ કઈ એવું કહ્યું તેને સાંભળી તમારા ચહેરા પર પણ સ્માઈલ આવી જશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
15 સેકન્ડના આ વીડિયોને જોઈ તમામ લોકો ભાવુક થઈ ગયા છે. ટ્વીટર પર લોકો પોલીસકર્મીના ખૂબ વખાણ કરી રહ્યા છે. પોલીસ ખાતાએ કરી જાણકારી આપી કે મુંબઈ પોલીસ કર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.તેમણે વીડિયો પોસ્ટ કરતા કેપ્શન માં લખ્યું કે અમારા 29 વર્ષીય ફ્રન્ટલાઈન વોરિયર કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જુઓ અમે તમને શું જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
Our 29 year old frontline warrior, who tested positive for Coronavirus, just summarised what we’ve been meaning to tell you all along – काही टेंशन घेऊ नको रे, मित्रा! #AamhiDutyVarAahot #MumbaiPoliceOnDuty #MumbaiFirst#TakingOnCorona pic.twitter.com/tNJWg7Ljsv
— Mumbai Police (@MumbaiPolice) April 29, 2020
વીડિયોમાં પોલીસ જવાનને એમ્બ્યુલન્સના અંદર દાખલ થતા દેખાડવામાં આવ્યો છે પરંતુ તેના પહેલા તેની પાસે ઉભેલા તે લોકો ને કશું કહે છે. સ્ક્રીન પર એક કેપ્શન માંથી ખબર પડે છે કે શું કહે છે. મારા મિત્રો ચિંતા ન કરો હું ટૂંક સમયમાં ડ્યુટી પર પરત ફરીશ.
ટ્વિટર પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, આ વીડિયોને અત્યાર સુધી ત્રણ લાખથી વધારે વ્યું થઈ ચૂક્યા છે. સાથે જ ૧૯ હજારથી વધારે લાઇક અને ત્રણ હજારથી વધારે રિટ્વિટ થઈ ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news