ઈન્જેકશન જોતા જ નાના છોકરાની જેમ રડવા લાગ્યા પોલીસ ઓફિસર, વિડીયો જોઈ તમે પણ ખખડી પડશો

ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ઉન્નાવમાં(Unnao) પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં(Police Training Center) ટ્રેનિંગ માટે આવેલા એક હેડ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોલીસકર્મી એવી રીતે રડી રહ્યા છે કે તેને જોઈને હરકોઈ પેટ પકડીને ખખડી પડ્યા. આ વાયરલ વીડિયો 2 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ મામલો ઉન્નાવના લોધી પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો છે. મળેલ માહિતી અનુસાર,ઉપરી પોલીસ મહાનિર્દેશક નવનીત સિકેરાની સૂચના પર અહીં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કેમ્પમાં ટ્રેનિંગ માટે આવેલા સૈનિકોના બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ કેમ્પમાં ટ્રેનિંગ માટે આવેલા હેડ કોન્સ્ટેબલ આફતાબએ પણ પોતાના બ્લડ સેમ્પલ આપવાના હતા. જો કે, ડૉક્ટરના હાથમાં સોય જોઈને, તેણે પહેલા હાથ જોડીને પ્રાર્થના કરી કે તેને ધીમેથી ઈન્જેક્શન આપવામાં આવે. ત્યારબાદ આ પોલીસ ઓફિસર નાના બાળકની જેમ રડવા લાગ્યા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પોલીસ ઓડીસરને આ રીતે રડતા જોઈને ત્યાં હાજર હરકોઈ હસી રહ્યા છે. તે લોકો તેમને સમજાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં તે બૂમો પાડી રહ્યા છે.

આવી સ્થિતિમાં હેડ કોન્સ્ટેબલનો હાથ પકડીને તેને બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ડોક્ટરે ગમે તે રીતે તેનું બ્લડ સેમ્પલ લીધું હતું. આ દરમિયાન ત્યાં હાજર કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો, જે હવે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *