સુરતમાં ટ્રાફિક નિયમોની ઐસી કી તૈસી! પોલીસકર્મી ખુદ 3 સવારીમાં હેલ્મેટ વગર બાઈક ચલાવતા કેમેરામાં કેદ

Policeman viral video in surat: ગુજરાત રાજ્યમાં ઘણા પોલીસ અધિકારીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાનું સામે આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસ અધિકારીઓ પોતાના વાહન(Policeman viral video in surat) પર પોલીસ લખેલા લખાણ દૂર કરવાની અને ગાડીઓના કાળા કાચ દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

સાથે જ પોલીસ અધિકારીઓને ફરજિયાત ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે રાજ્યના પોલીસ વડાનો આદેશ કેટલાક પોલીસ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય એવું દેખાઇ રહ્યું છે, કારણ કે લોકોને નિયમોનું પાલન કરાવનાર પોલીસ અધિકારીઓ જ બાઇક પર ત્રિપલ સવારી જતા જોવા મળ્યા, એ પણ હેલ્મેટ વગર.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસકર્મીઓ કેમેરામાં કેદ
સુરત પોલીસઅધિકારી હજી પણ રાજ્ય પોલીસવડાના આદેશને ગંભીરતાથી ન લેતા હોય એવું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પરથી લાગી રહ્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારા જ નિયમોનો ઉલાળીયો કરી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પોલીસ અધિકારી બાઈક પર ત્રિપલ સવારી જતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સુરતના અઠવાલાઈન્સ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોઈ રાહદારી દ્વારા આ વીડિયો ઉતારીને વાયરલ કરાયો હોય તેવું લાગી રહ્યું છે.

પોલીસ કર્મચારી સામે કરાશે કાર્યવાહી?
ત્રિપલ સવારી બાઈક પર જતા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં સવાલો ઉભા થયા છે કે DGના પરિપત્રનું પોલીસ કર્મચારીઓ જ કેમ કરી રહ્યા છે ઉલ્લંઘન?, શું શહેર પોલીસ કમિશનર આ પોલીસકર્મી સામે કાર્યવાહી કરશે કે કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *