CNG ના ભાવ છેલ્લા દોઢ વર્ષમાં 49 રૂપિયા થી 89 રૂપિયા થયા, ભાજપે કોને લાભ અપાવવા ગરીબો પર ભાર નાખ્યો?: ઈસુદાન ગઢવી

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ મીડિયાને સંબોધતા કહ્યું કે, મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. પરંતુ ભાજપ ને દૂધ, છાસ થી લઈને ગરબા ના પાસ પર GST લગાવવામાંથી ફુરસત નથી. પેટ્રોલ-ડીઝલ તો મોંઘુ હતું જ પણ હવે CNG, LPG થી લઈને વીજળી ના ભાવ માં પણ સતત વધારો થઈ રહ્યો છે.

આટલી મોંઘવારી વચ્ચે પણ ભાજપ એ ગરબા રમવા ના પાસ પર 18% GST લગાવવાનો નિર્ણય કર્યો છે. આજે સમગ્ર ગુજરાત આ ખબર જાણીને દુઃખ માં છે. હિન્દુસ્તાન માં ગુજરાત ની ઓળખ સમાન ગરબા છે અને તેના પર ગરબા પ્રેમીઓ ની અને હિન્દૂ સમાજ ની લાગણી દુભાવતો નિર્ણય ભાજપ એ લીધો છે. ગરબા ના પાસ પર GST લગાવવાના નિર્ણય પર ખેલૈયાઓ થી લઈને દરેક ગુજરાતી અને માઁ ની આરાધના કરનાર દરેક દુઃખ ની લાગણી અનુભવી રહ્યું છે. ભાજપ સરકારનું કહેવું છે કે ગરબા નું આયોજન કરવા વાળા રૂપિયા કમાય છે એટલે અમે તેના પર GST લગાવીએ છીએ, પણ રૂપિયા તો IPL વાળા પણ કમાય છે તો એમના પર GST કેમ નહિ? પણ ગુજરાત ના લોકો નું અપમાન કરવા માટે જ ભાજપે ગરબા પર GST લગાવવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં ગેસની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે સ્થિતિ કપરી થી કપરી થઇ રહી છે. ત્યારે CNG ગેસની કિંમતો માં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફેબ્રુઆરી 2021 માં CNG નો ભાવ 49.40 રૂપિયા હતો. પરંતુ અત્યારે CNG ના પ્રતિકિલો ભાવમાં પહેલા રૂ.1.99 નો વધારો અને ત્યારબાદ બે જ દિવસ માં બીજી વાર રૂ.1.49 નો વધારો થવા સાથે એમ કુલ રૂ.3.48 નો ભાવ વધારો થવાથી CNG નો ભાવ 83.90 રૂપિયા થી વધીને 89.37 રૂપિયા થયો છે.

સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડી માં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણી એ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે વાહન ચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ ઊંચકાયા છે. કાર અને રિક્ષાચાલકોએ સસ્તાં CNG ભાવના લીધે CNG કીટ ફીટ કરાવી હતી. CNG કીટ પાછળ રૂપિયા 25 હજારથી લઇ પાંચ લાખ સુધીનો ખર્ચ કર્યો હતો. હવે CNG ના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત ની આસપાસ પહોંચી ગયા છે. CNG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં હવે માત્ર 10 રૂપિયાનો તફાવત છે.

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. લોટ, દહીં પર GSTથી ભાવ વધારો થઇ રહ્યો છે. CNG માં સબસીડી આપવા વારંવાર રજૂઆત કરાઇ છે. છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી. CNG ના ભાવ વધવાથી રીક્ષા ના ભાડા પણ વધી જશે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ નું મુશ્કેલી ભર્યું જીવન વધારે તકલીફો થી ભરાઈ જશે. પરંતુ, આ બધી સમસ્યાઓ ભાજપ સરકારને દેખાતી નથી. ભાજપ સરકાર જનતા ના દુઃખો થી મોં ફેરવી ને બહેરી મૂંગી થઈને બેઠી છે.

મોંઘવારી ના માર વચ્ચે, ગુજરાતમાં તલાટી ઓ પણ હડતાળ પર છે. તલાટીઓના હડતાળ પર રહેતા ગ્રામ પંચાયતની તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ની અપીલ છે કે, તલાટીઓની જે પણ માંગણી છે તે સરકારે સાંભળવી પડશે અને 9 મહિના પહેલા સરકારે વાયદાઓ કર્યા હતા કે તલાટીઓ ના બધા પ્રશ્નો નો ઉકેલ આવી જશે પરંતુ અત્યાર સુધી એક પણ પ્રશ્નનો હલ આવ્યો નથી. સરકાર તલાટીઓ ની બધી માંગ તાત્કાલિક ધોરણે પુરી કરે અને તલાટીઓ ને પાછા કામ પર લઇ જવામાં આવે. ઘણા બધા મહત્વપૂર્ણ કાર્યો માં તલાટીઓ ની જરૂર પડે છે, ખેડૂતો હોય કે, સર્વે કરવાનો હોય કે જાતિના દાખલા કાઢવાના હોય બધી જગ્યાએ તલાટીઓની જરૂર છે. તલાટીઓની હડતાળ સરકારની નિષ્ફળતા ના કારણે છે.

ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, દિલ્હી અને પંજાબ જેવા રાજ્યમાં જ્યાં આમ આદમી પાર્ટી ની સરકાર છે ત્યાં જનતા ને સારું શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, મહિલાઓ ને મુસાફરી જેવી સુખ સુવિધાઓ મફત માં આપવાની વ્યવસ્થા છે જેના કારણે દરેક પરિવાર ને આર્થિક રૂપે ઘણી મદદ મળી રહે છે, અને વધતી મોંઘવારી માં જીવન જીવવા માં મદદ મળી રહે છે. પરંતુ ગુજરાત માં એવું નથી, અહીંયા 27 વર્ષ થી ભ્રષ્ટ ભાજપ ની સરકાર છે જેણે ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ આવડતું નથી. આજે ભાજપ સરકાર થી કોઈ ખુશ નથી, દરેક વ્યવસાય વર્ગ ના લોકો હડતાળ પર છે.

આમ આદમી પાર્ટી ની ભાજપ સરકાર ને અપીલ છે કે, જો CNG ના ભાવ માં ઘટાડો નહિ કરવામાં આવ્યો અને મોંઘવારી પર લગામ ના લગાવવામાં આવી તો જનતા ની સુવિધાઓ માટે આમ આદમી પાર્ટી શાંત નહિ બેસે, અમે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *