સોમવારથી રફ હીરા માટે શરુ થયેલી પાંચ દિવસીય સાઇટમાં તમામ પ્રકારના હીરામાં વધઘટ જોતા સરેરાશ 2 ટકાનો ઘટાડો થયો હોય તેવું નોધાયું છે. હાલ હીરા ઉદ્યોગની આ પરિસ્થિતિને જોઇને તમામ હીરા ઉદ્યોગકારો હીરાના ભાવમાં વધારો નહીં થાય તેની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે જ બીજી તરફ જાડા સાઇઝની હીરાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ બ્રાઉન હીરાની કિમતોમાં વધારો નોંધાયો છે.
સોમવારથી ડીટીસીની રફ હીરાની પાંચ દિવસીય સાઇટ ખુલી છે. તેમાં તમામ હીરાના ભાવમાં સરેરાશ 2 ટકાનો ઘટાડો થયો હોય તેવું નોધાય રહ્યું છે. જો અલગ અલગ હીરામાં જોઇએ તો જાડા હીરાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે જો વાત કરવામાં આવે બ્રાઉન હીરાની તો તેના ભાવમાં સાત ટકા જેટલો વધારો થયો છે.
હીરા ઉદ્યોગકારોને એવી અપેક્ષા હતી કે બજારમાં વેપાર સામાન્ય હોવાના કારણે રફ હીરાની કિમતો સ્થિર રહેશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ના રીજનલ ચેરમેન વિજય માંગુકિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, સરેરાશ રફ હીરાની કિમત ઘટી છે. બ્રાઉન હીરાના ભાવમાં વધારો થયો છે ત્યારે જાડા હીરાના ભાવમાં ઘટાડો થયો છે.
હાલતો તેવી કોઈ સંભાવના નથી કે, બજારની પરિસ્થિતિમાં કોઇ વિશેષ અસર પડે. હાલ નેચરલ અને લેબગ્રોન ડાયમંડમાં દિવાળી બાદથી અત્યાર સુધી ધાર્યા પ્રમાણેની ઘરાકી જોવા મળી રહી નથી. તેથી પોલીશ્ડ ડાયમંડનો પણ ભરાવો થઇ રહ્યો છે. મોટા મોટા ડાયમંડ યુનિટમાં પણ આ જ કારણોસર રત્નકલાકારોના કામના સમયમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
આ જ કારણોસર નાના યુનિટમાં તો સપ્તાહમાં એકાદ બે રજાઓ પણ આપવામાં આવી રહી છે. આવા સમયમાં હિરાની કિંમતમાં ઘટાડો થાય તેવી શકયતા જોવાઇ રહી હતી. જોકે જાડા હિરાની રફમાં ઘટાડો થયો છે. ત્યારે પતલી સાઇઝ અને નાની સાઇઝના હિરામાં હજુ સુધી કોઇ ઘટાડો થયો નહીં તેથી હિરા ઉધોગકારો રાહ રાહ જોઇ રહ્યા છે કે, તેના ભાવમાં ઘટાડો થાય ત્યાર બાદ જ ખરીદી કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.