અમેરિકા બાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર વિદેશયાત્રાએ: ઈટાલીમાં ખેડશે 5 દિવસનો પ્રવાસ, આ દિગ્વંત મહાનુભાવો સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શુક્રવાર (Friday) થી પાંચ દિવસની વિદેશયાત્રાએ રવાના થઈ ચુક્યા છે. તેઓ 29થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે. આ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શુક્રવાર (Friday) થી પાંચ દિવસની વિદેશયાત્રાએ રવાના થઈ ચુક્યા છે. તેઓ 29થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે. આ દરમિયાન તેઓ ઈટાલી (Italy) માં આયોજિત G-20ની બેઠકમાં ભાગ લેશે. ઈટાલીના PMના આમંત્રણ પછી તેઓ રોમ જઈ રહ્યા છે. 1 નવેમ્બરે PM બ્રિટનના ગ્લાસ્ગો શહેરમાં કોપ-26ની બેઠકમાં ભારતનો પક્ષ રાખશે.

ઇટાલીમાં G-20 સમિટ:
G-20ની આ બેઠક વાસ્તવમાં ગયા વર્ષે એટલે કે, વર્ષ 2020માં યોજાવાની હતી. જયારે કોરોનાને લીધે એને સ્થગિત કરવી પડી હતી. હવે તેઓ ઇટાલીમાં આવેલ રોમમાં થશે. વડાપ્રધાન 31 ઓક્ટોબરની બપોર સુધી રોમમાં રહેશે. બાદમાં ગ્લાસ્ગો જવા રવાના થશે.

G-20ને ‘વર્લ્ડ ઇકોનોમિક એન્જિન’ પણ કહેવામાં આવે છે. આ ગ્રુપની આ 8 મી બેઠક હશે. આ વર્ષની થીમ પીપલ, પ્લેનેટ,પ્રોસ્પેરિટી રહેલી છે કે, જેમાં આ મુખ્ય મુદ્દા પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. મહામારીમાંથી રિકવરી તેમજ જળવાયુ પરિવર્તન મુખ્ય મુદ્દો રહેશે. એવું માનવામાં આવ્યું છે કે, મોદી ઈટાલીના PM મારિયો દ્રાઘીને પણ મળી શકે છે.

પોપ સાથે મુલાકાતની શક્યતા:
ઈટાલીની મુલાકાત દરમિયાન PM કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પણ મળી શકે છે. જો કે, આ મીટિંગ તેમના શિડ્યૂલનો ભાગ નથી તેમજ ન તો વિદેશ મંત્રાલય દ્વારા આ વિશે સત્તાવાર રીતે કોઈ જાણ કરવામાં આવી છે. રોમની મધ્યમાં આવેલ તેમજ અલગ દેશનો દરજ્જો ધરાવતી આ બેઠક માટે PM વેટિકન સિટી જઈ શકે છે.

કેથેલિક ચર્ચના પ્રમુખ સાથે વેટિકન સિટીમાં મુલાકાત:
PM નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે કેથેલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાન્સિસની સાથે વેટિકન સિટીમાં મુલાકાત લેશે. આ દરમિયાન PM મોદી ઈટાલીના રાષ્ટ્રપતિની સાથે પણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર મુલાકાત કરશે. આ મુલાકાત ખુબ અગત્યની મનાય છે. વિદેશસચિવ હર્ષ વર્ધન શ્રુંગલાએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન 29થી 30 ઓક્ટોબર સુધી રોમ, ઈટાલીમાં રહેશે.

કોપ-26માં 1 નવેમ્બરે ભાગ લેશે:
PM મોદી 1 નવેમ્બરે બ્રિટનના ગ્લાસ્ગોમાં જળવાયુ પરિવર્તન પર આયોજિત 26 માં સંમેલન કોપ-26માં ભાગ લેશે. વિદેશસચિવ જણાવે છે કે, કોપ-26માં ભારત પેરિસ સમજૂતીની ગાઇડલાઈન્સને અમલમાં લાવવા માટે જળવાયુ માટે નાણાં એકઠાં કરવા, જળવાયુ સંરક્ષણ કરવા માટે પ્રોદ્યોગિકીકરણ અપનાવવા તેમજ વૈશ્વિક તાપમાનમાં ઘટાડો લાવવાની વાત પર જોર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *