The Principal Hit the Student: વિદ્યાના મંદિરમાં ફરી એકવાર માસુમ વિદ્યાર્થી શિક્ષકના રોષનો ભોગ બન્યો. વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તે પોતાનો આઇકાર્ડ ઘરે ભૂલી ગયો હતો. ત્યારે જો વાત કરવામાં આવે તો સુરતનાં કામરેજ વિસ્તારમાં હલધરૂની ક્રિષ્ના સ્કૂલમાં ધો. 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી(The Principal Hit the Student)ને શાળાનાં આચાર્યએ માર મારતો મામલો ગરમાઈ જવા પામ્યો હતો. બાળક દ્વારા સ્કૂલમાં આઈકાર્ડ પહેરીને ન આવતા શાળાનાં આચાર્યએ સજા કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
ઢોર માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
કહેવામાં આવે છે કે સ્કૂલ એક મંદિર છે ત્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્વળ બને છે તે ઉપરાંત તેઓને શિક્ષિત કરવામાં આવે છે. મંદિર જેવી સ્કૂલમાં જ જો વિદ્યાર્થીને માર મારવામાં આવે તો તે ખરેખર ચોંકાવનારી ઘટના છે. રાજ્યમાં અનેકવાર શિક્ષકો દ્વારા બાળકોને ઢોર માર મારવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે ફરી એકવાર સુરતમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે.રાજ્ય શિક્ષણ કાર્યાલયનાં પરિપત્રનાં નિયમોને શાળાએ ઘોળી પીધા છે. 12 વર્ષીય વિદ્યાર્થીને માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ વાલી શાળાએ પહોંચ્યા હતા. વાલીએ આચાર્ય વિરૂદ્ધ પોલીસ મથકે અરજી આપી છે.
આઇકાર્ડ ભૂલી જવાના કારણે આપી તાલીબાની સજા
આ સમગ્ર મામલે વિદ્યાર્થીનાં પિતા તુનાકુમારે જણાવ્યું હતું કે, મારા બે બાળકો ક્રિષ્ના સ્કૂલમાં ભણે છે. જેઓ તા. 10 ના રોજ સ્કૂલ ખાતે ભણવા આવ્યા હતા. ત્યારે પ્રિન્સિપાલે મારા બંને બાળકને પગે ફટકાથી મારી પગ બંને સુઝી ગયા છે. ત્યારે એક બાળકને ખૂબ જ માર મારવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે પ્રિન્સિપાલે જો મને જાણ કરી હોત કે તમારૂ બાળક આઈકાર્ડ પહેર્યા વગર આવ્યો છે તો અમે આઈકાર્ડ બાળકને આપી જાત પરંતું આ બાબતે પ્રિન્સિપલ દ્વારા કોઈ જાતની જાણ કરવામાં આવી નથી. બાળકનો પગ હજુ સુધી સુજેલો છે. તેમજ કામરેજ પોલીસ મથકે અમે અરજી આપી છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે કંઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
માર મારયાનો કોઈ અફસોસ નથી
આ બાબતે સ્કૂલનાં આચાર્યએ વાલી જોડે વાત કરતા જણાવ્યું હતું કે આઈકાર્ડ મામલે વાલી સાથે વાત કરતા સ્કૂલનાં આચાર્યએ જણાવ્યું હતું કે, બીજા દિવસથી જ બધા બાળકો સીધા થઈ ગયા હતા ફાયદો થયો કે ન થયો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube