જાણો એવું તો શું કર્યું કે, લાખોના દારૂની નદી વહેતી થઇ, દારૂના રસિયાઓના દારૂ ભરવા ટોળા વળ્યા 

હળવદ(ગુજરાત): આજકાલ દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે આજે રાજ્યમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં હળવદના મોડલ સ્કૂલની પાછળ…

હળવદ(ગુજરાત): આજકાલ દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે આજે રાજ્યમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં હળવદના મોડલ સ્કૂલની પાછળ સરકારી ખરાબાની જમીનમાં બુધવારે 90 લાખની 8182 વિદેશી દારૂની બોટલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કર્યા બાદ દારૂની નદીઓ વહેતી થઇ હતી. પરંતુ, અમુક ખાડામાં દારૂના ખાબોચિયા ભરાતા દારૂના રસિકો પોલીસ ગયા બાદ દારૂની પ્લાસ્ટિકની બોટલ કોથળી ભરતા તેમજ દારૂ પીતા હોવાના ફોટા વાઈરલ થયા હતા.

જાણવા મળ્યું છે કે, હળવદ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2018 થી 2020 સુધીમાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂના દરોડા પાડ્યા હતા. જેમાં દારૂનો જથ્થો 90.75 લાખનો હતો. આ 35,182 નંગ બોટલનો હળવદ મોડેલ સ્કૂલની પાછળ સરકારી ખરાબાની જમીનમા નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં પોલીસ દ્વારા દારૂના જથ્થા પર રોલર ફેરવીને દારૂની બોટલનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યો હતો. પરંતુ, આ દારૂની બોટલોમાંથી વહી ગયેલા દારૂના ખાબોચિયા સ્થળ પર ભરાઇ ગયા હતા. મળતી માહિતી મુજબ, આ ખાબોચિયામાં પોલીસ ગયા બાદ અમુક દારૂના રસિક યુવાનો ભેગો કરવા દોડી ગયા હતા. જ્યાં સ્થળ પર દારૂના ખાબોચિયામાંથી પ્લાસ્ટિકની બોટલો તેમજ પ્લાસ્ટિકની થેલીઓ પણ ભરવા લાગ્યા હતા.

આ સાથે દારૂ પીતા પણ નજરે ચડ્યા હતા. આ અંગેના ફોટા હળવદના વોટ્સએપ ગૃપમાં ફરતા થયા હતા. આમ, હળવદ પંથકમાં સોશિયલ મીડિયામાં દારૂ ભરતા અને દારૂ પીતા તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *