કોરોનાના વધતા કેસ વચ્ચે અવાર-નવાર નેતાઓ નિયમ ભંગ કરતા આવ્યા છે. તેમ છતાં તેમની સામે કોઈ પ્રકારના પગલા લેવામાં આવતા હોતા નથી. ભાજપના નેતાઓ સામે પોલીસને કાર્યવાહી કરતા ડર કેમ લાગે છે? તે સમજાઈ રહ્યું નથી.
કોરોનાના વચ્ચે ભાજપના નેતાઓ કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં નેતાઓના કાર્યક્રમ યથાવત્ છે. વડગામના ગીડાસણ ગામે મંદિરના કાર્યક્રમમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પહોંચ્યો હતા. અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ભીડ ભેગી થઈ હતી.
તો આ સાથે કાર્યક્રમમાં સામાજિક અંતર અને માસ્કનો અભાવ પણ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં અલ્પેશ ઠાકોરના સમર્થકો એકઠા થયા હતા. નાની ગીડાસણમાં અલ્પેશ ઠાકોરના કાર્યક્રમના મામલે હવે છાપી પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
છાપી પોલીસે આયોજક સહિત 5 સામે ફરિયાદ નોંધી છે. કોરોના સંક્રમણ વચ્ચે કાર્યક્રમ યોજતા ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ ઠાકોરની હાજરીમાં ભીડ એકઠી થતા અને નિયમોનું પાલન ન થતા વિવાદ સર્જાયો છે. સમગ્ર કાર્યક્રમ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હતો.
ભાજપના નેતાઓ સામે પોલીસને કાર્યવાહી કરતા ડર કેમ લાગે છે? જુઓ અલ્પેશ ઠાકોરે ભેગી કરેલી ભીડ #BJP #alpeshkathiriya #coronavirus #Corona pic.twitter.com/ofsCEmf4yA
— Trishul News (@TrishulNews) April 10, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.