1 વર્ષ પહેલા 2019 14 ફેબ્રુઆરીના દિવસે કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આવે પર જઈ રહેલ સીઆરપીએફના વાહન પર આતંકવાદીઓ ત્રાટક્યા હતા. એ ભીષણ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા.
હુમલાનું આકાશ હજુ શમ્યો નથી. જવાનો વિવિધ રાજ્યોના હતા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે તેમના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી હતી. બીજી તરફ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ તપાસ કરી હોવા છતાં આ હુમલો કોણે કરાવ્યો તેની પાછળ કોણ હતું તેના સ્પષ્ટ પુરાવા રજૂ કરી શકાયા નથી.
પંજાબ સરકારે હુમલા પછી ૧૨ લાખની સહાય જાહેર કરી હતી, પરંતુ શહીદોના અનેક પરિવારો સુધી રકમ પહોંચી નથી. જાડી ચામડીના સરકારી અધિકારીઓ સહિતના પરિવારજનોને ઓફિસમાં ધક્કા ખવડાવ્યા કરે છે. બીજી તરફ અનેક પરિવારજનો સરકારને એ પણ પૂછે છે કે આ હુમલાની તપાસ ક્યાં પહોંચી એ વિગતે જણાવો પરંતુ એ વાતનો ખુલાસો થતો નથી. અમુક રાજ્ય સરકારે એવી પણ ખાતરી આપી હતી કે પરિવારજનોને નોકરી આપશે પરંતુ ઘણાખરા કિસ્સામાં નોકરી મળી નથી. હુમલા પછી તુરંત ઝારખંડમાં વડાપ્રધાન ની સભા હતી એ સભામાં વડાપ્રધાને ઝારખંડની સહિત તેના વખાણ કર્યા હતા. પરંતુ શહીદો ના પરિવાર ના વખાણ થી પેટ ભરાય નહીં અને પેટ ભરવા માટે જોઈએ તે સહાય કે નોકરી તેમના સુધી પહોંચી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.