ગુજરાતની ધરતી પર રેલાયો રાણાનો સુર- દેવાયત ખવડના ડાયરામાં કોથળાને કોથળા ભરીને કર્યો નોટોનો વરસાદ

જામનગર(ગુજરાત): મોટા ભાગના ગુજરાતીઓ ડાયરાના શોખીન હોય છે. ડાયરામાં લોકો અઢળક રૂપિયા ઉડાડે છે. ત્યારે જામનગર(Jamnagar) પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ(Bhagyalakshmi Education Charitable Trust) દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે રાતે લોકડાયરાના કાર્યક્રમમાં જૂનાગઢ(Junagadh)ના ઇન્દ્રભારતી બાપુ(Indrabharati Bapu) પણ ઉપસ્થિત હતા.

કથા દરમિયાન ઇન્દ્રભારતી બાપુ, કથાકાર રમેશભાઈ ઓઝા(Rameshbhai Ojha) અને કથાના યજમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(Dharmendrasinh Jadeja) પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મુખ્ય કથાકાર રમેશભાઈ ઓઝા લોકસાહિત્યકાર દેવાયત ખવડનાં લોકગીતો તેમજ લોકસાહિત્યની વાતો સાંભળવા માટે રાત્રિના 12 વાગ્યા સુધી કથા મંડપમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે દેવાયત ખવડની લોકસાહિત્યને લગતી વાતો અને દેશભક્તિ સહિતનાં ગીતો સાંભળ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ ઉપરાંત, દેવાયત ખવડ પણ ભાઇજીની હાજરીને લઈને ખૂબ જ ખીલી ઉઠ્યા હતા અને મંચ પરથી સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના ઇતિહાસને યાદ કરાવી સહુ શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જાણવા મળ્યું છે કે, જૂનાગઢના સુપ્રસિદ્ધ ઇન્દ્રભારતી બાપુએ પણ આ રાત્રિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. તેમનું યજમાન પરિવારના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સુરતના બટુકભાઈ ડોબરિયા, કેશોદના હરદેવસિંહજી રાયજાદા તેમજ ભાવનગરના ચતુરસિંહજી ગોહિલ અને અરૂણસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હોવાથી આ તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કથા મંડપમાં ઉપસ્થિત રહેલા યજમાન પરિવાર અને તેમનાં સગાંસંબંધીઓ ઉપરાંત અન્ય શ્રોતાગણો પણ રીઝ્યા હતા અને મોટી સંખ્યામાં નોટોનો વરસાદ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *