ગુજરાતના રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં વી છે. 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેના ભાગ રૂપે ગુજરાતમાં અમુક જગ્યાએ વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. રાજસ્થાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સર્જાઈ હોવાના કારણે હવામાન વિભાગે 11 અને 12મી માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી. તેના ભાગરૂપે આજે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રેલમછેલ થઈ ગઈ હતી, બીજી બાજુ રવિપાકોને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, લણવાના સમયે વરસાદે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાંખી છે.
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 માર્ચે બનાસકાંઠા,, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 3 દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થશે.
આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવ અને સુઈગામમાં ભારે પવન ફૂંકાયો છે.વાદળછાયું વાતાવરણ બનતા ધરતીપુત્રોને માવઠાનો ભય સતાવી રહ્યો છે..પાકના કાપણી સમયે માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. કમોસમી વરસાદ પડે તો જીરૂ, રાઇ, ઇસબગુલ તેમજ રાજગરાના પાકને નુકસાન થવાની ભીતિ છે.
કેશોદમાં પણ કમોસમી વરસાદ થયો હતો. આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાઇ ગયા હતા..અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોના જીરૂ, ઘઉં, વરીયાળી, ચણા સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની શક્યતા છે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થાય છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં કમસોમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન ખાતા દ્વારા 10 અને 11 માર્ચ એમ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.