ખંભાતમાં રવિવારે થયેલ કોમી રમખાણો બાદ રેલી બની હિંસક, પથ્થરમારો અને બાઈકો અને સ્કુટરોને આગ ચાંપી – જુઓ ભયંકર દ્રશ્યો

ખંભાતમાં થયેલ કોમી રમખાણો બાદ હજુ પણ અંજપાભરી સ્થિતિનો માહોલ છે. સોમવારે મોડી સાંજે મીરા સૈયદઅલીની દરગાહ પાસે કોંમ્બિગ દરમિયાન ટોળાંએ પોલીસ પર હુમલો કરતાં ચાર જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈને આજે હિન્દુ સમાજે બંધનું એલાન આપ્યું છે. ખંભાત શહેરમાં હિન્દુ સમુદાય આજે ગવારા ટાવર પાસે એકત્ર થયું હતું. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગ ચાંપી હતી તેમજ ત્રણ જેટલા કેબીનોની તોડફોડ કરી સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી. જેને લઈને મામલો બેકાબુ બન્યો હતો.

આણંદના ખંભાતમાં જૂથ અથડામણના વિરોધમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. જેને પગલે ખંભાતના તમામ બજારો બંધ છે. સ્કૂલ અને કૉલેજો પણ બંધમાં જોડાઈ છે. તો બીજીતરફ ખંભાતના ટાવર ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે લોકોના ટોળાને વિખેરી નાખ્યું હતું. ખંભાતમાં ફાટી નીકળેલા તોફાનો બાદ લોકોમાં રોષ ફેલાયો છે. જેથી તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

બાઈકો અને સ્કુટરોને આગ ચાંપી સળગાવી દીધા 

આજે હિન્દુ સમુદાય દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને લઈને ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં ટોળાઓ એકત્ર થયા હતા. અને હિન્દુ સમુદાયના વિવિધ સંગઠનોના કાર્યકરો દ્વારા એકત્ર થયેલા લોકોને સંબોધવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રેલી આવેદનપત્ર આપવા માટે નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની તત્વો પોલીસની હાજરીમાં બેફામ બન્યા હતા અને પથ્થરમારો શરુ કરી દીધો હતો. તેમજ પથ્થરમારા બાદ એક મકાનને આગ ચાંપી હતી. તેમજ બાઈકો અને સ્કુટરોને આગ ચાંપી સળગાવી દીધા હતા.તેમજ એક ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કર્યો હતો. અને કેબીનોની તોડફોડ કરી માલસામાન સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રેપીડએક્સના ફોર્સના જવાનોએ તોફાની તત્વોને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પણ મામલો તંગ છે અને લોકોના ટોળાઓ એકત્ર થયેલા છે.

બે જૂથો વચ્ચે પથ્થરમારો

ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે દરમ્યાન કેટલાક વાહન અને ઘરમાં આગ લગાવી દેવાઈ હતી ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિક પોલીસ દ્વારા ખંભાતના અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સોમવારે મોડી સાંજે શહેરની મીરાસૈયદઅલીની દરગાહ પાસે કોંમ્બિગ દરમ્યાન ટોળાએ પોલીસ પર હુમલો કરતાં ચાર જવાનોને ઈજા પહોંચી હતી.

આવેદનપત્ર આપવા જતી રેલી હિંસક બની

શહેરમાં અસામાજીક તત્વો દ્વારા છાશવારે હિન્દુ સમાજની કરાતી કનડગતનો વિરોધ કરી આવા તત્વોની સામે કાયદેસરના પગલા ભરી સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હિન્દુ સમુદાય દ્વારા ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અહીયા વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલા અને કનડગત બાબતે રેલી સંબોધી હતી. અને ત્યારબાદ એકત્ર થયેલા હિન્દુઓએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રેલીમાં જાડાયેલા લોકોએ પથ્થરમારો કરી મકાનો અને વાહનોને આગચંપી શરુ કરતા પોલીસ દ્વારા રેલીને વીખેરી દેવામાં આવી હતી અને રેપીડએક્શન ફોર્સ અને એસઆરપીના જવાનોએ સમગ્ર શહેરમાં પેટ્રોલીંગ સઘન કરી દીધું હતું.

ખંભાત પોલીસ છાવણીમાં તબદીલ

સોમવારે સમગ્ર દિવસ દરમિયાન ખંભાતના અલગ-અલગ વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ રહી હતી. કોમી રમખાણ બાદ અકબરપુર, લાલ દરવાજા, ભાવસારવાડ, ભોઈબારી, પીઠ બજાર, સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *