ઉત્તરાખંડ સરકાર હરિદ્વારમાં થનાર 2021 ના મહા કુંભ મેળાની તૈયારીમાં છે. પરંતુ હજુ સુધી કેન્દ્રમાંથી સહાયતા ન મળવાના કારણે દુવિધામાં પણ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર સિંહ રાવત ઘણી વખત દિલ્હીના ધક્કા ખાઇ ચૂકયા છે પરંતુ હજુ સુધી રાજ્યને કશું મળ્યું નથી.
છેલ્લે ગયા અઠવાડિયે ૧૮ જાન્યુઆરીએ દિલ્હીમાં મુખ્યમંત્રીએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દરવાજો ખખડાવ્યો. પરંતુ ત્યાંથી પણ આશ્વાસન સિવાય અત્યાર સુધી કશું મળ્યું નથી.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યુ કે 2010માં હરિદ્વાર કુંભ મેળામાં આઠ કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. 2021માં 15 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવી શકે છે.આટલી મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે મોટાપાયે સ્થાયી અને અસ્થાયી સુવિધા વિકસિત થઇ રહી છે.
કુંભ ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. રોડ, વીજળી, પીવાના પાણીની સુવિધા, દવાખાનાની સુવિધા, સાફ-સફાઈ ની સુવિધા, ઉતારા તથા પાર્કિંગ વગેરેની વ્યવસ્થા ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યને આ કામ માટે કેન્દ્ર પાસેથી આર્થિક મદદની જરૂર છે.
ગયા વર્ષે પણ 15 જુનના રોજ મુખ્યમંત્રીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળીને કુંભમેળા માટે પાંચ હજાર કરોડની ગ્રાન્ટ જલ્દીથી જલ્દી આપવાનો અનુરોધ કર્યો હતો. નાણામંત્રીએ પણ તેમને દરેક સંભવ સહાયનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ સહાય હજુ સુધી હાથમાં આવી નથી.
કુંભમેળાને હવે એક વર્ષ કરતાં ઓછો સમય બચ્યો છે અને સરકારના હાથ પગ ફુલવા લાગ્યા છે. સરકારના સૂત્રોનું કહેવું છે કે કદાચ આગામી બજેટમાં કેન્દ્ર તેની જાહેરાત કરે.
રાજ્યની ભાજપ સરકાર માટે 2021 નો કુંભ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે 2022માં રાજ્યમાં ચૂંટણીઓ થવાની છે.જો સરકાર કુંભને ભવ્ય અને વ્યવસ્થિત રીતે આયોજન નહીં કરી શકે તો વિપક્ષને તેને ઘેરવાનો અવસર પ્રાપ્ત થઇ જશે. કેન્દ્રમાંથી મદદમાં મોડું થવાના કારણે ધર્માચારીઓમાં પણ બેચેની અનુભવાઈ રહી છે.
મુખ્યમંત્રી અખાડાઓ સહિત અલગ અલગ ધર્માચારીઓ સાથે ઘણી બેઠકો કરી કુંભ માટે બધાને જરૂરી કામ જલદીથી જલદી સંપન્ન કરાવવા નો ભરોસો અપાવી ચૂક્યા છે. પરંતુ આ વર્ષે બજેટમાં પણ કેન્દ્રિય મદદની જાહેરાત ન થઈ તો રાજ્ય સરકાર મુશ્કેલીમાં પડી જશે. સરકાર અને મહાકુંભ પર આ આશંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.