એક સ્ટેચ્યુ મા 3000 કરોડ ખર્ચ હતી રૂપાણી સરકાર પાસે કર્મચારીઓને ચૂકવવા માટે પગાર ના પણ પૈસા નથી. શિક્ષણ અને બાળ આરોગ્ય મામલે સજાગ હોવાનું કહેતી ગુજરાતની રૂપાણી સરકારે છેલ્લા ચાર મહિનાથી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ચાર મહિનાથી પગાર ચૂકવ્યો નથી. દેશની સૌથી મોટી આર્થિક વ્યવસ્થા હોવાનો દાવો કરતી રૂપાણી સરકાર પાસે મઘ્યાહન ભોજનના કર્મચારીઓને પગાર આપવાના પૈસા નથી. માર્ચ મહિનાથી આ કર્મચારીઓને પગાર મળતો ન હોવાનો અહેવાલ છે.
આ ઉપરાંત અછતગ્રસ્ત વિસ્તારમાં મધ્યાહન ભોજન ચાલુ રાખવા માટેની પેશગી પણ અપાઇ નથી. પેશગીનો અર્થ ખર્ચા માટે અગાઉથી અપાતી રકમ છે. આને લઇને કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે અને સરકારના વલણ સામે નારાજગી પણ વ્યક્ત કરી છે.
મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના સૂત્રોના જણાવ્યાં મુજબ, રાજ્યમાં મધ્યાહન ભોજનના 29000 કેન્દ્રો પર 96000 કર્મચારીઓ દરરોજ 35 લાખ વિદ્યાર્થીઓને સેવા આપી રહ્યા છે. મધ્યાહન ભોજનના સંચાલકને માસિક 1600, રસોઇયાને 1400 અને સહાયકર્તાને 300થી 500 રૂપિયા જેટલું નજીવો પગાર મળે છે.
આટલો ઓછો પગાર હોવા ક્યારેય સરકાર તેમને સમયસર પગારની ચૂકવણી નથી કરતી. ગત માર્ચથી જૂન સુધીનો પગાર સરકારે ચૂકવ્યો નથી. મધ્યાહન ભોજન યોજનાના કમિશ્નરથી માંડીને શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે પરંતુ પગાર મળ્યો નથી.
આ પહેલા મધ્યાહન ભોજન કેન્દ્રો પર અનાજ- અને કઠોળ પૂરતાં પ્રમાણમાં નહીં હોવાની પણ રજૂઆત તંત્રને કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન યોજનાના ગરીબ કર્મચારીઓને સારો પગાર આપવા માટે નવા નિયમો પણ બનાવ્યાં છે પરંતુ રાજ્ય સરકાર એ પ્રમાણે પગાર તો ચૂકવતી નથી પરંતુ સાથે સાથે જે નક્કી કર્યો છે તે પગાર પણ સમયસર આપવામાં નિષ્ફળ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.