સુરતના આ ફાયર સ્ટેશનમા શહેરની આગ બુઝાવવાની જગ્યાએ પોતાના શરીરની આગ બુજાવતા ડીવીજનલ ઓફિસરનો કાંડ આવ્યો બહાર

સુરત(Surat): શહેરના કોસાડ(Kosad) ફાયર સ્ટેશન(fire station)ના ડીવીજનલ ફાયર ઓફિસર(Divisional Fire Officer) વિવાદના કોકડામાં ફસાઈ ગયા છે. ડીવીજનલ ફાયર ઓફિસર વિજયકાંત તિવારી સામે ગંભીર આક્ષેપો લાગ્યા…

સુરત(Surat): શહેરના કોસાડ(Kosad) ફાયર સ્ટેશન(fire station)ના ડીવીજનલ ફાયર ઓફિસર(Divisional Fire Officer) વિવાદના કોકડામાં ફસાઈ ગયા છે. ડીવીજનલ ફાયર ઓફિસર વિજયકાંત તિવારી સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે. “તુષાર મેપાણી નામના એક ફેસબુક યુઝરે આક્ષેપ લગાવતા લખ્યું છે કે”, વિજયકાંત તિવારી ડીવીજનલ ફાયર ઓફિસર ફાયર સ્ટેશનમાં જ તેની પ્રેમિકાને બોલાવે છે અને સ્ટાફની સામે જ ખરાબ કાર્ય કરે છે.

વધુમાં આ ફેસબુક યુઝરે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, વિજયકાંત તિવારી ફાયરના વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરીને બાટલામાં ભરીને પોતાના બેગમાં સાથે લઈ જાય છે. આ પ્રકારના આક્ષેપો લગતા ફાયર વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તસ્વીરો શેર કરતા જાણો શું કહ્યું?
ફેસબુક યુઝર તુષાર મેપાણી દ્વારા અમુક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં કોઈ યુવતી રીક્ષામાં આવે છે, જયારે અન્ય એક તસ્વીરમાં યુવતી બેઠેલી જોવા મળે છે. જેથી ફેસબુક યુઝર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વિજયકાંત તિવારી પ્રેમિકાને બોલાવે છે અને ના કરવાનું કરે છે.

સાથે ફેસબુક યુઝર દ્વારા વધુ બે તસ્વીરો શેર કરી છે, જે તસ્વીરોમાં બેગમાં પેટ્રોલનો બાટલો જોઈ શકાય છે, જેને લઈને ફેસબુક યુઝર તુષાર મેપાણીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, ફાયરના વાહનમાંથી આ પેટ્રોલ ચોરી કરીને બેગમાં સાથે લઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *