Lockdown માં સ્કૂલ બંધ છે એટલા માટે ઓનલાઇન ક્લાસથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો પણ મજાક બનાવીને રાખી દીધો.વિદ્યાર્થી ઓનલાઇન ક્લાસમાં એક્ટિવ થયો અને ગ્રુપમાં પોર્ન ફોટો પોસ્ટ કરી અશ્લીલ વાતો કરવા લાગ્યો. જેવો whatsapp ગ્રુપમાં આ બધું થયું વિદ્યાર્થીનીઓ ધડાધડ ગ્રુપ છોડીને જવા લાગી. આ ઘટના ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાની છે.
આઝમગઢના એક પ્રાઇવેટ સ્કૂલમાં ઓનલાઇન ભણાવવામાં આવી રહ્યું હતું ત્યાં સ્કૂલના whatsapp ગ્રુપમાં એક વિદ્યાર્થીએ પોર્ન ફોટો અને અશ્લીલ વાતો પોસ્ટ કરી હતી. તે જોતાની સાથે જ ટીચર અને માતા-પિતાના હોશ ઉડી ગયા. તરત જ પ્રિન્સિપાલ એની જાણકારી પોલીસને આપી.
પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ઘણા માતાપિતાઓએ તરત જ પોતાના બાળકોને ગ્રુપ થી બહાર કાઢી નાખ્યા છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સ્કૂલનો એક વિદ્યાર્થી કોઈ વિદ્યાર્થીનીના નામ અને ફોટો સાથે whatsapp ગ્રુપમાં સામેલ થયો.ત્યારબાદ તેણે ભણાવવા માટે બનાવવામાં આવેલી ગ્રુપમાં અશ્લીલ વાતો નું ચેટિંગ કર્યું અને પોર્ન ફોટો પોસ્ટ કર્યો.
આ બધું જોઇને માતા પિતા અને સ્કૂલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલ એ એસપી આઝમગઢ ને લેખિત રૂપમાં ફરિયાદ કરી.આઝમગઢ જિલ્લાના શહેર કોટવાલીના અંતર્ગત સ્કૂલમાં બારમા ધોરણના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઓનલાઇન ભણાવવા માટે એક whatsapp ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. Lockdown ના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના ભણતર ને નુકસાન ન પહોંચે એટલા માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓની આવી હરકતો એ ઘણા સવાલો ઉભા કરી દીધા છે.
આ મામલાની ગંભીરતાને જોતા પોલીસે કેસ નોંધી લીધો છે.પોલીસે અશ્લીલ પોસ્ટ કરનાર વિદ્યાર્થીની ઓળખ પણ કરી લીધી છે અને કેસ નોંધી તેની ગિરફ્તારી માટે ટીમને રવાના કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news