હાલમાં બનેલી એક એવી ઘટના સામે આવી છે કે, જે અત્યંત ચોકાવનારી છે. ઘણી તમે સાંભળ્યું હશે કે, સાવ નાની એવી વાતમાં પણ બાપ દીકરો બને એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. જોકે આવી જ એક ઘટના હમણા સામે આવી છે. જે ઘટના વિષે જાણી, તમે પણ કહેશો કે, આની કરતા દીકરી જન્મી હોત તો સારું હતું. આ ઘટનામાં સાવ નાની એવી વાતમા એક સગા દીકરાએ પોતાના પિતાની જીવલેણ હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી અનુસાર, ગુનેગાર દીકરો માનસીક રીતે અસ્વસ્થ છે. તેને છ મહિના પહેલા પોતાના જ ઘરમા આગ લગાવી હતી, અને ત્યારબાદ તેને પોતાના જ પિતાનો જીવ લઈ લિધો છે. પોલીસને જયારે આ સમગ્ર ઘટનાની જાણ થયી ત્યારે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયી હતી, અને પોલીસે ગુનેગાર દીકરાની પકડી લીધો અને પછી આગળની કાર્યવાહી શરુ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રાજસ્થાનના ટોંક ગામમાં બનેલી છે.
વિસ્તારથી વાત કરીએ તો, ઘરમાં બાપ અને દીકરો બને એકલા રહેતા હતા. બંને મજૂરી અને ખેતીમાં કામ કરતા હતા. ચાર વર્ષ પહેલા ગુનેગાર દીકરાની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી, જ્યારે મૃત્યુ પામેલા પિતાની પત્નીનું ઘણા લાંબા સમય પહેલા મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા પિતાનું નામ નાથુલાલ બૈરવા હતું અને તેમની ઉંમર 57 વર્ષની હતી.જ્યારે ગુનેગાર દીકરાનું નામ જોગેન્દ્ર છે અને તેની ઉંમર 26 વર્ષ છે.
મળતી માહિતી મુજબ, મંગળવારના રોજ રાત્રે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ બાપ દીકરાની વચ્ચે ઝઘડો થઈ ગયો. દીકરાએ પોતાના પિતાની પાસે વસ્તુ લેવા માટે પૈસા માગ્યા હતા, અને પિતાએ ત્યારે પૈસા આપવાની ના પાડી હતી. આ વાત સાંભળીને દીકરાને તે વાત પર ખૂબ જ વધારે ગુસ્સામાં આવી ગયો હતો અને ત્યાં પડેલી લાકડીને લઈને પોતના પિતાના માથા ઉપર જોરથી મારી, અને ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.
ઘટના બાદ તેના પિતા નાથુલાલા જોર જોરથી બુમ પાડવા માંડ્યા હતા, જેના લેધી આજુબાજુમાં રેહતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારપછી નાથુલાલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, અને ત્યાં તેની પ્રાથમિક સારવાર કર્યા પછી તેને વધુ સારવાર આપવા માટે તેમને રાજસ્થાનના જયપુર શહેરની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પણ તે લોકો જયપુર પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તેમનું મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમના પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.