કેશોદ(ગુજરાત): હાલમાં વધી રહેલા દુષ્કર્મના કિસ્સા દરમિયાન જુનાગઢના કેશોદમાં પણ શિક્ષિકા હવસનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. જેમાં એક શાળાના સંચાલકના કપૂત પુત્રએ પોતાની માતા-પિતાની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી એક યુવતીને પોતાના હવસનો શિકાર બનાવી છે. જાણવા મળ્યું છે કે, બે-બે વખત દુષ્કર્મ આચરી, ખોટું બહાનું બતાવી, યુવતીના ડોક્યુમેન્ટ મેળવી લઈ, લગ્ન પ્રમાણપત્ર પણ કરાવી લીધા હતા. કેશોદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતા આ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કેશોદમાં ઉમિયા નગર વિસ્તારમાં રહેતી એક યુવતી કેશોદના ડી.પી રોડ ઉપર આવેલ વી.વી એકેડમીમાં શિક્ષિકા તરીકે નોકરી હતી. આ શાળાના સંચાલકના કપૂત પુત્ર અભિષેક મનસુખભાઇ આંકોલાએ પોતાના માતા-પિતાની સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીનો ગેરલાભ લઈ, યુવતીને પ્રથમ વખત મોટરસાઈકલમાં બેસાડી કેશોદ અક્ષયગઢ તરફ વાડી વિસ્તારમાં લઈ ગયો હતો અને યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મમ આચરી કોઇને કહીશ તો નોકરીમાથી કાઢી મુકીશ તેવી ધમકી આપી યુવતીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી.
ત્યારબાદ બીજી વખત અભિષેક મનસુખભાઈ આંકોલાએ પોતાની સ્કૂલની ઉપર આવેલ પોતાના ઘરના રૂમમાં યુવતીને લઈ જઈ યુવતીની એકલતાનો લાભ લઈ ફરી એક વખત મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યારે યુવતી સાથે કાળાકામ કરનાર અભિષેક મનસુખભાઇ આંકોલાએ કહ્યું કે, તારા ડોક્યુમેન્ટ સ્કુલમાં દેવાના છે, તેમ કહી યુવતીના ડોક્યુમેન્ટ મેળવી, તેનુ મેરેજ સર્ટીફીકેટ પણ બનાવી લીધું હતું.
તા. 17 નવેમ્બર 2020 અને ત્યારબાદ પણ બે વખત કેશોદની શાળાના સંચાલકના કપૂતરે પોતાના માતા-પિતાની શાળામાં અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે આચરેલ દુષ્કર્મ અંગે અંતે યુવતી દ્વારા સાત માસ બાદ હિંમત કરી કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, કેશોદના ઈન્ચાર્જ પી.આઈ. ચૌહાણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.