અમદાવાદ(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એક ગોઝારો અકસ્માત(Accident) સામે આવ્યો છે. અમદાવાદ(Ahmedabad) શહેરમાં બે દિવસ પહેલાં જ એક અકસ્માત થયો હતો, જેમાં એસટી બસ ડ્રાઈવરે(ST bus driver) એક્ટિવા(Activa) પર જઈ રહેલાં એક દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં એસટીનો ડ્રાઈવર પણ બે દિવસ બાદ પોલીસ(Police) પકડથી દૂર છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા મનુભાઈ પટેલ અને તેમના પત્ની વીણાબેન એક્ટિવા પર લાલ દરવાજા દર્શન કરવા જતા હતા. તેઓ નહેરુ બ્રિજથી લાલ દરવાજા તરફ જઈ રહ્યા હતા. ત્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલા એસટીએ તેનું એક્ટિવા અડફેટે લીધું હતું.
View this post on Instagram
જેથી દંપતી નીચે પડી ગયા હતા. એસટીનું ટાયર વીણાબેન પર ફરતી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને બે દિવસ પસાર થયા હોવા છતાં હજી સુધી ટ્રાફિક-પોલીસ એસટી બસના ડ્રાઈવરને પકડી શકી નથી. આ અંગેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
જેમાં જોઈ શકાય છે કે, એક્ટિવાચાલક દંપતીને એક એસટી બસ જોરદાર ટક્કર મારે છે. ત્યારબાદ એક્ટિવા પર સવાર મહિલા પર બસનું આગળનું ટાયર ફરી વળે છે. બીજી બાજુ એક્ટિવા પર સવાર પુરુષને ટક્કર વાગતાં તે ફંગોળાઈને રસ્તા પર પટકાઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.