આજે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ છે ત્યારે PM નરેન્દ્ર મોદીએ ખાસ કેવડિયામાં આવીને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પરથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી છે. જો કે, સુરત જિલ્લાના બારડોલીમાં આવેલ બાબેન ગામમાં પણ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિની સ્થાપના કરવામાં આવી છે. આ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કુલ 30 ફૂટની ઉંચાઈ ધરાવે છે તેમજ તળાવની વચ્ચોવચ્ચ સરદાર પટેલને બિરાજમાન કરવામાં આવ્યા છે. જ્યાં આજથી 24 કલાક કુલ 100 ફૂટ ઊંચા સ્તંભ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો રહેશે.
‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિની 5 વર્ષ અગાઉ સ્થાપ્ના કરવામાં આવી હતી :
સ્વર્ણિમ ગ્રામ બાબેનમાં ઘણી સુવિધાઓ તથા સ્મારકો બની રહ્યા છે. સૌપ્રથમ તો ગામના પાદરે તળાવની વચ્ચોવચ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિ રૂપે કુલ 30 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેનું 2 મે વર્ષ 2015ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.
કુલ 4 ટન જેટલો વજન ધરાવે છે :
દેશના લોખંડી પુરુષનું બિરુદ ધરાવતાં સરદાર પટેલની કેવડિયા ખાતે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે. જ્યારે કુલ 5 વર્ષ અગાઉ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિની બારડોલીમાં આવેલ બાબેન ગામમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિકૃતિની ઉંચાઈ કુલ 30 ફૂટ તથા કુલ 4 ટન જેટલો વજન ધરાવે છે. આ પ્રતિકૃતિને તળાવની વચ્ચોવચ્ચ મૂકવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.
આજથી 24 કલાક રાષ્ટ્રીય ધ્વજ લહેરાશે :
ગ્રામ પંચાયત દ્વારા મુર્તિની પાછળની બાજુ કુલ 100 ફૂટ ઊંચો ધ્વજ સ્તંભ ઊભો કરવા આવ્યો છે. ગામના ઉપસરપંચ ભાવેશભાઈ પટેલે જણાવતાં કહ્યું હતું કે, તળાવમાં કુલ 100 ફૂટ ઊંચો ધ્વજ સ્તંભ ઊભો કરવો ખૂબ જ મુશ્કેલ કામ હતું. ક્રેન તળાવમાં જઈ શકે એમ ન હોવાંથી માણસો દ્વારા આખો સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે.
આ સ્તંભ પર આજથી 24 કલાક રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો રહેશે. જે બાબેન ગામ માટે ખુબ ગૌરવની વાત છે. આજે સરદાર જયંતિ નિમિત્તે બાબેન ગામના પનોતા પુત્ર તથા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle