ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં શિક્ષક દિવસ પહેલા એક વિદ્યાર્થીનીએ પોતાના સાથીઓ સાથે મળી જે કામ કર્યું તે શરમજનક છે. શિક્ષકને કોઇ બહાનાથી ઘરે બોલાવી તેની નગ્ન તસવીરો ખેંચી તેને બંધક બનાવ્યા બાદ પરિવારજનો પાસે ખંડણી માંગવામાં આવી. પોલીસે આ મામલામાં જે આરોપીઓની ધરપકડ કરી છે તે તેમનો પ્રથમ ગુનો નથી લાગતો, જે પ્રમાણે ફુલપ્રૂફ પ્લાન કરી શિક્ષકને ફસાવવામાં આવ્યા છે તે પ્રકારે ઘણા લોકો સાથે આવી વારદાતોને અંજામ આપવામાં આવ્યો છે અને ઘણા લોકો તેમના શિકાર બન્યા છે. આ પાસાને ધ્યાનમાં રાખીને પોલીસે તેની તપાસ આગળ ધપાવી છે.
શાંહજહાંપુર પોલીસ સ્ટેશન પુવાયા અંતર્ગત ભિલાવા નિવાસી શિક્ષક ને તથા સ્કૂલ સંચાલક મનોજ યાદવની તે વિદ્યાર્થીની સાથે જૂની ઓળખાણ હતી. જેને ટોળકી સાથે મળી જાળ બિછાવી મનોજને શાહજહાંપુરથી બોલાવી ફસાવ્યા. વિદ્યાર્થીની પણ શાહજપાંપુરની રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે, હાલમાં તેમના એક મેરઠની શાળામાં બીએડમાં એડમિશન લઇ રાખ્યુ છે. વિદ્યાર્થીનીનું એડમિશન પણ મનોજ દ્વારા જ કરાવામાં આવ્યું હોવાની વાત કહેવામાં આવી રહી છે.
અપહરણકર્તાઓના કબજાથી મુક્ત થયા બાદ મનોજે પોલીસને જણાવ્યું કે, વિદ્યાર્થીનીએ તેને ફોન કરીને કહ્યું હતું કે, તે મુરાદાબાદમા છે અને પૈસા ખતમ થઇ જવાના કારણે મુશ્કેલીમાં આવી ગઇ છે. મનોજે એકાઉન્ટમાં પૈસા નાખી દેવાની વાત કહી પરંતુ વિદ્યાર્થીની તેને મુરાદાબાદ આવવાની જીદ કરવા લાગી. કોઇ કામથી બરેલી આવેલ શિક્ષક મનોજ વિદ્યાર્થીનીના ષડયંત્રમાં આવી ગયા અને તેઓ ત્યાં પહોંચ્યા પરંતુ વિદ્યાર્થીનીએ તેમને કહ્યું કે તે મુરાદાબાદ નહી પરંતુ ત્યાંથી દૂર સંભલમાં છે.
આ પછી મનોજ સંભલ પહોંચ્યો તો વિદ્યાર્થીનીએ બાઇકથી એક યુવકને ત્યાં મોકલી દીધો અને શિક્ષક મનોજને લઇ દીપા સરાયના તે ઘરે પહોંચ્યો જ્યાં વિદ્યાર્થીની હાજર હતી. શિક્ષક જ્યારે ઘરમાં દાખલ થયો તો ચા-નાસ્તાતી તેમનો સત્કાર કરવામાં આવ્યો. પરંતુ થોડીક જ વારમાં એવું બની ગયુ કે, જેના વિશે શિક્ષક મનોજે સપનામાં પણ વિચાર્યું ન હતું.
પોલીસનું કહેવું છે કે શિક્ષક મનોજને ઓરડામાં બેસાડી નાસ્તો કરાવવામાં આવ્યો તો તેને લાગ્યું કે બધુ યોગ્ય છે. આ દરમિયાન બે મહિલાઓ ઓરડામાં દાખલ થઇ અને બૂમો પાડવાનું શરૂ કરી દીધુ કે તમે આ રૂમમાં શું કરી રહ્યા છો. અને અચાનક ચાર-પાંચ યુવક ત્યાં આવી પહોંચ્યા અને મનોજને બળજબરીથી નગ્ન કરી તસવીરો ખેંચી લીધી અને સુમન સાથે વીડિયો પણ બનાવી લીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.