વૃદ્ધના અંતિમ સંસ્કાર થયા બાદ એક વર્ષે ઘરે પાછા ફર્યા, હકીકત જાણી ચોંકી જશો

એક વર્ષ પહેલા ગુમ થયેલા આધેડનો મૃતદેહ મળતાં ક્રિયાકર્મ વિધિ પૂર્ણ કરી આજે એક વર્ષ પૂરું થતા તેની વરસી ઉજવવાની હતી અને એકાએક સમાચાર મળ્યા…

એક વર્ષ પહેલા ગુમ થયેલા આધેડનો મૃતદેહ મળતાં ક્રિયાકર્મ વિધિ પૂર્ણ કરી આજે એક વર્ષ પૂરું થતા તેની વરસી ઉજવવાની હતી અને એકાએક સમાચાર મળ્યા કે તે જીવિત છે, તેને વાજતે ગાજતે ઘરે લાવવામાં આવ્યો કુટુંબીજનો અને ગ્રામજનોમાં આનંદ ઉત્સાહનો માહોલ સર્જાયો .

તસ્વીરો પ્રતીકાત્મક છે,ઘટના સાથે કોઈ સબંધ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર ડેસર તાલુકાના બૈડપના મુવાડા ગામે રહેતા ફતેસિંહ ભગાભાઇ પરમાર (ઉ.વ.૫૫) ભગતના નામે પ્રચલિત છે. લગ્ન કર્યા નથી અને નાનાભાઈ કાંતિભાઈ પરમાર સાથે રહીને ખેતમજૂરી કરે છે. વર્ષો થી ગાંડા જેવી જિંદગી ગુજારી રહ્યા છે.

ફતેસિંહ પરમાર કહ્યા વગર ચાલ્યા જતા હતા અને બે ત્રણ મહિને પરત ઘરે આવી જતા હતા પરંતુ આ વખતે વધુ સમય થી ઘરે આવ્યા ન હતા. તેઓના ભાઈ અને ભત્રીજાએ ઘણી શોધખોળ આરંભી હતી, પણ કઈ ભાળ મળી ન હતી. એકાએક જૂન મહિનાની તા.૨૧મીએ ગોધરા તાલુકાના ગોઠડા ગામેથી તેઓના મામાની દીકરીએ ફોન કરી જણાવ્યું હતું કે ટીમ્બા પાસેના રેલવે બ્રિજની બાજુમાં ફ્તેસિંહનો મૃતદેહ મળ્યો છે.

જેથી કુટુંબીઓ એ ટીમ્બા આઉટ પોસ્ટ પોલીસનો સંપર્ક કરી ગોઠડા દવાખાનેથી ઓળખ પરેડ કરી પોલીસે મૃતદેહ કુટુંબીજનોને સોંપ્યો હતો. તા ૨૨/૬ ના રોજ બપોરે ઘરે લાવી અંતિમ સંસ્કાર કરાયા હતા. દરમીયાન આજે તેઓના મુત્યુની દરો સાતમ વિધિ કરવાની હતી. તેની તૈયારીઓ ચાલી રહી હતી.

કાલોલના નેસડા ગામના સબંધી સુરેશભાઈ પરમાર પગપાળા અંબાજી રથ લઈને જતા હતા ત્યારે લુણાવાડાથી થોડે દૂર મેસરી નદી કિનારે આવેલા વિસામાએ ઉભા રહ્યા ત્યારે તેઓના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેઓ ભાસ થયો ત્યાં બૈડપના ફતેસિંહ પરમાર ને સેવા આપતા જોઈ હેબતાઈ ગયા હતા. તેમની પૂછ પરછ કરતા તેઓ ફ્તેસિંહ જ હતા.

બૈડપના કુટુંબીજનોને ખબર આપતા તેઓ પ્રથમ તો માનવા તૈયાર ન થયા પણ તેઓએ જણાવ્યું કે તેઓજ છે ત્યારે ખુશી નો પાર ન રહ્યો અને ઝુમી ઉઠયા હતા .

જેથી તેઓના ભાઈ કાંતિભાઈ અને ભત્રીજો મુકેશ પરમાર અને ગ્રામજનો તાબડતોબ લુણાવાડા મેસરી કિનારે વિસામે પહોંચ્યા હતા અને તેઓને ઘરે લઇ આવતા બૈડપ સહીત આજુબાજુ ના બારિયાનામુવાડા, જામ્બુગોરલ ,દાજીપુરા, વાઘવા ના ગ્રામજનો કુતુહુલવશ ફતેસિંહ પરમાર ને નજરે નિહાળવા ઉમટી પડયા હતા.   હવે તમામને એક પ્રશ્ન મુંઝવી રહ્યો છેકે ફતેસિંહ જીવિત છે તો મરનાર કોણ હતું ? ટીમ્બા આઉટ પોસ્ટ પોલીસે કેવી ઓળખ પરેડ કરી મૃતદેહ સોંપ્યો ? આ તમામ બાબત ગોધરા તાલુકા પોલીસ માટે એક તપાસ નો વિષય બનવા પામ્યો છે.

ફ્તેસિંહને બદલે અંતિમ સંસ્કાર કોના કર્યાં:

જોકે હવે તમામ લોકોએ એ પ્રશ્ન મુંઝવી રહ્યો છે કે, ફતેસિંહ જીવિત છે તો, પરિવારે જેના અંતિમ સંસ્કાર કર્યાં તે કોણ હતું. અને ટીમ્બા આઉટ પોસ્ટ પોલીસ અથવા રેલવે પોલીસે કેવી રીતે પરિવારને મૃતદેહ સોંપી દીધો હતો? જોકે હરિકત એ પણ છે કે, પરિવારે પણ મૃતદેહને ઓળખવામાં પણ ભૂલ કરી હતી અને તેમને ખબર નથી કે રેલવે પોલીસે મુતદેહ સોેંપાયો હતો કે આઉટ પોસ્ટ પોલીસે?

બીજી વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા!

જામ્બુગોરલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અર્જુન ચૌહાણે જણાવ્યું હતું કે, ફ્તેસિંહની અંતિમ વિધિ કર્યાં બાદ હકિકતમાં તેઓ જીવતા હોવાના સમાચાર મળતા જ આખા પથંકમાંથી લોકો તેમને મળવા માટે આવ્યા છે. જેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે કોઇ બીજી વ્યક્તિ હતી. પરંતુ ઓળખમાં ભૂલ થવાથી પરિવારે તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *