પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા લાખો રૂપિયાનો માલ બળીને થયો ખાખ- જુઓ વિડીયો

મધ્યપ્રદેશ(Madhya Pradesh fire)ના રતલામ(Ratlam)થી મોટા સમાચાર આવી રહ્યા છે. શહેરના વિરિયાખેડી(Viriyakhedi) વિસ્તારના મોહન નગર(Mohan Nagar)માં પેટ્રોલ પંપ પાછળ ભીષણ આગ લાગી હતી. જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડ(Fire brigade) અને વહીવટી ટીમ(Administrative team) ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાનું શરૂ કર્યું. જોકે, આ સમય દરમિયાન બચાવ કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી.

મળતી માહિતી મુજબ પ્લાસ્ટિક પાઇપના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગનો ધુમાડો શહેરમાં ત્રણથી ચાર કિલોમીટરના અંતરે ફેલાયો છે. સુરક્ષાના કારણોસર બાજુનું મકાન ખાલી કરાવવામાં આવ્યું છે. તે જ સમયે, પેટ્રોલ પંપ ખાલી અને બંધ કરવામાં આવ્યો છે. આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.

આગ લાગ્યા બાદ વેરહાઉસ પાસે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. અરાજકતાનું વાતાવરણ હતું. પોલીસે તરત જ તમામને ત્યાંથી હટાવી દીધા. વેરહાઉસ અને રહેણાંક વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર આગ ન ફેલાય તે માટે વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડના જવાનો બે કલાક સુધી આગ બુઝાવવામાં રોકાયેલા હતા.

રહેણાંક વિસ્તાર હોવાથી ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. અત્યારે આગ કેવી રીતે લાગી તે વિશે કંઈ જાણવા મળ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *