દીકરીને લાડ પ્રેમથી ઉછેરી મોટી કરી અને દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ, પરિણામે માતા-પિતા સહીત આખા પરિવારે કેનાલમાં…

જે માતા-પિતાએ પોતાના દીકરા-દીકરીઓને લાડ, પ્યારથી ઉછેર્યા હોય, તેમના માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હોય, એ જ દીકરા કે દીકરીઓ ઘણી વાર એવા કાર્યો કરીને માતા-પિતાને સમાજમાં મોઢું બતાવવા લાયક પણ છોડતા નથી. ત્યારે હાલ આવી જ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા માં-બાપ અને ભાઈએ જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર, રતિયા વિસ્તારમાં નિરંજન તેના પરિવારજનો સાથે રહે છે. નિરંજનને તેમની દીકરી રીના ખૂબ જ વ્હાલી હતી. આ ઉપરાંત રીના પણ રોજબરોજ પોતાના પિતાને ખૂબ જ મીઠુડી ભાષામાં શિખામણ આપતી હતી. આ દરમિયાન રીનાની લગ્નના ઉંમર થતાં તેના માતા-પિતા તેના માટે ખૂબ જ સારો છોકરો જોવા લાગ્યા હતા. પરંતુ રીનાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હતા.

આ પછી રીના ઘરે આ બાબતની જાણ કર્યા વિના જ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેમજ લગ્ન પણ કરી લીધા હતા. આ પછી જયારે રીનાના માતા-પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેઓએ વિચાર્યું કે, હવે અમે સમાજમાં શું મોઢું દેખાડીશું, કારણકે અમને જે દીકરી ખૂબ જ વ્હાલી હતી તેમજ અમે ગામ સામે જેના ખૂબ જ ગુણગાન ગાઈ રહ્યા હતા. હવે એ જ દીકરીના કારણે અમારે સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે.

આ દરમિયાન એક દિવસ રાત્રીના સમયે તેમની પત્ની નીલમ તેમજ તેમના 11 વર્ષના દીકરા સાથે મોટી ગાડી લઈને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ લાંબો સમય સુધી ઘરે પરત ના આવતા નિરંજનના મોટાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, રતિયા વિસ્તારમાં આવેલી નહેરમાં એક કાર મળી આવી છે. અને આ કારની અંદરથી ત્રણ વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા છે.

ત્યારે નિરંજનના મોટા ભાઈએ જોયું તો, હકીકતમાં આ લાશ નિરંજનભાઇ તેમની પત્ની નીલમ અને તેમના 11 વર્ષના દીકરાની હતી. આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે, રીનાએ પ્રેમ લગ્ન કરવા માટે ઘર મૂકી દીધું હતું. જેના ઊંડા આઘાતમાં સમગ્ર પરિવારે સાથે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. તેમની કારને કેનાલની ખાડીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *