હાલમાં આપણે જાણીએ છીએ કે, યુવતીઓ પર દુષ્કર્મ તેમજ યુવતીની દલાલીની સંખ્યા દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી પણ એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક દલાલે એક જ યુવતીને 2 દિવસમાં 4 વખત વેચી દીધી.
હાલમાં આ યુવતીને ગુજરાત રાજ્યના મહેસાણા નજીક છઠિયારડા પાસે વેંચવામાં આવી હતી. મહારાષ્ટ્રના દલાલે 70 હજારમાં 17 વર્ષની કિશોરીને 4 દિવસમાં વારાફરતી 4 વખત 2 લાખમાં વેચી. મોકો મળતાં કિશોરી ઘરેથી ભાગી ગઈ અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તેને વિસનગર ચિલ્ડ્રન હોમમાં મોકલી આપી હતી.
મહેસાણા નજીક છઠિયારડા રોડ પર ડરેલી હાલતમાં રડતી કિશોરીને જોઇને રસ્તામાં જતા વ્યક્તિઓ દ્વારા 181 અભયમની મદદથી તેને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. 17 વર્ષની કિશોરીની પૂછપરછમાં ચોંકાવનારી હકિકત સામે આવી હતી. જેમાં એક મહિલા દલાલે તેને અઠવાડિયા પહેલાં અલોડા રોડ પર છાપરામાં રહેતા વૃદ્ધને રૂપિયા 70 હજારમાં વેચી હતી અને આ વૃદ્ધ દ્વારા રૂપિયા 2 લાખ લઇ કિશોરીને અન્ય વ્યક્તિને વેચાઈ હતી.
કિશોરીએ આપેલા નિવેદન બાદ પોલીસ દ્વારા તેને સખી વનસ્ટોપ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સીડબ્લ્યુસીમાં રજૂ કરાયેલી આ કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાવી વિસનગર ચિલ્ડ્રન હોમમાં દાખલ કરાઈ છે. ત્યારે મહેસાણા તાલુકા પોલીસે આ ઘટના અંગે તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle