સુરતમાં સેલ્ફી લેવાના ચક્કરમાં કોઝવેમાં ડૂબ્યો યુવક- જુઓ LIVE વીડિયો

તાજેતરમાં જ સુરતમાં રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લઈ રહેલો એક તરુણ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. જાણવા મળ્યું છે કે, સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના કેટલાક મિત્રો કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા. આ દરમિયાન એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે તેનો પગ લપસી જતાં તે નદીમાં પડ્યો હતો. જેથી તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.

આ દરમિયાન મિત્રોને પણ તરતા ન આવડતું હોવાથી બૂમાબૂમ કરવા લાગ્યા હતા. છેવટે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલાને ઘટનાની જાણ થઇ હતી. જેથી તેઓ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો. દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર વિડીયો ફરતો કર્યો હતો. મોતને હાથતાળી આપી આવેલો તરુણ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અજય ઘીવાળાએ જણાવ્યું હતું કે, 1995થી તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગ કરી રહ્યો છું અને હરિઓમ ક્લબનો સભ્ય છે. અમે રોજના 200-250 જેટલા સભ્યો રોજિંદા કોઝવેમાં સવારે 7થી 9 સ્વિમિંગ કરવા આવ્યા છીએ. આ દરમિયાન ત્રણ બાળકો કોઝવે નજીક જોખમ લઈ સેલ્ફીની મજા લઈ રહ્યા હતા. અચાનક ત્રણ પૈકી એક કોઝવેમાં પડી ગયો અને થોડે દૂર પાણીમાં ખેંચાય ગયો હતો. મારી નજર પડી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે કોઈ તરી રહ્યું છે. પરંતુ, પછી અહેસાસ થયો આ ડૂબી રહ્યો છે એટલે કપડાં સાથે જ પાણીમાં કૂદીને બાળકને બચાવી લીધો હતો.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 5-7 મિનિટ સુધી બાળકને એક હાથે કોઝવેના પાણીમાં ઊંચકી રાખી કિનારે સુધી લાવ્યો હતો. પાળા પાસે વધુપડતી લીલ હોવાથી જો બાળકને ઊંચક્યો ન હોત તો પાણીમાં ગરકાવ થઈ ગયો હોત અને બાદમાં તેને શોધવોમાં ખુબ જ મુશ્કેલી પડેત. 25 વર્ષના સ્વિમિંગમાં તેમણે આવા 7-8 જણાના જીવ બચાવ્યા છે. પાલિકાના અધિકારીઓ પણ આવી કામગીરીથી ખુશ રહે છે. ત્રણેય બાળકો સારા અને પૈસાદાર ઘરના લાગતા હતા. અને ગભરાઈ ગયા હતા. ડૂબતા મિત્રને બહાર કાઢતા જ ત્રણેય મિત્રો પળવારમાં ત્યાંથી ગાયબ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *