હાડ થીજવતી ઠંડીમાં ઠુઠવાવા તૈયાર રહેજો ગુજરાતીઓ- નલિયામાં 10.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, થયો કાશ્મીરનો અનુભવ

ઉત્તર ભારતમાં હીમવર્ષા થઇ હોવાથી રાજ્યમાં તાપમાનનો પારો નીચે જતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. નલિયામાં શનિવારે 10.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. રાજ્યના તમામ મહાનગરોમાં નોંધાયેલા તાપમાન કરતા સૌથી ઓછુ છે. 14.1 ડિગ્રી અમદાવાદમાં, અમરેલીમાં 13.4 ડિગ્રી, 12 ડિગ્રી ભૂજમાં અને 13.1 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.

રાજ્યમાં સતત વધતી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી રહી છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કે, ગુજરાતમાં આવનારા બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૨-૩ ડિગ્રી સુધી ઘટ્યો છે.

ખાનગી સંસ્થાના મતે જે હવામાન અંગે આગાહી કરે છે તેને જણાવ્યું કે, અમદાવાદમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. છેલ્લા કેટલાક દિવસોની મોટાભાગના શહેરમાં પારો ૧૪ ડિગ્રીથી વધારે હતો. નલિયા અને ગાંધીનગરમાં ૧૩ ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળ્યું હતું. રાજકોટમાં ચાર દિવસમાં સરેરાશ લઘુતમ તાપમાન ૭ ડિગ્રી વધીને ૧૭ થઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *