કોરોનાને કારણે અમલમાં મુકવામાં આવેલ લોકડાઉનની વચ્ચે જરૂરીયાતમંદ લોકોને સતત મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ હવે મસીહા બની ગયો છે. તેલંગાણામાં આવેલ ડુબ્બા ટાંડા ગામના લોકોએ 47 વર્ષનાં સોનુ સૂદના નામ પર મંદિર બનાવીને તેને સન્માનિત કરવામાં આવ્યો છે. ગામલોકોએ આ મંદિર સિદ્દીપેટ જિલ્લા અધિકારીઓની મદદથી બનાવ્યું છે.
રવિવારે કરવામાં આવ્યું લોકાર્પણ :
મંદિરનું લોકાર્પણ 20 ડિસેમ્બરે મૂર્તિકાર અને સ્થાનિક લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરતી પણ કરવામાં આવી હતી. પારંપરિક પોશાક પહેરેલ સ્થાનિક મહિલાઓએ લોકગીત ગાયા હતા. જિલ્લા પરિષદના સભ્ય ગિરી કોંડેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સોનુએ કોરોના વખતે જનતાની વચ્ચે ખુબ સારું કામ કર્યું છે.
‘સોનુ અમારા માટે ભગવાન’ :
આ મંદિરની યોજના બનાવનાર સંગઠનમાં સામેલ રમેશ કુમારે જણાવ્યું હતું હતું કે, સોનુ સૂદના સારા કાર્યોને લીધે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી અમે તેમના માટે મંદિર બનાવવામાં આવ્યું છે. તેઓ અમારા માટે ભગવાન છે. સોનુ સુદે દેશના તમામ રાજ્યોના લોકોની મદદ કરી છે તથા માણસાઈ ભરેલા કામ માટે તેમને અવોર્ડ્સ પણ મળ્યા છે.
તેમણે જણાવ્યું હતું હતું કે, સોનુ સૂદે લૉકડાઉન વખતે જે રીતે લોકોની મદદ કરી છે, તેને લીધે ફક્ત દેશમાં જ નહીં પપરંતુ સમગ્ર વિશ્વમાં સન્માન મળ્યું છે. તેને યુનાઈટેડ નેશન તરફથી સ્પેશિયલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. જેથી અમારા ગામ તરફથી અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. ભગવાનની જેમ સોનુ સૂદની પૂજા કરવામાં આવશે.
ચિરંજીવીએ સીન માટે સોનુને માર મારવાની ના પાડી :
હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની નવી ઈમેજને લીધે સુપરસ્ટાર ચિરંજીવીએ ફિલ્મ ‘આચાર્ય’ના એક એક્શન સીનમાં તેને મારવાની ના પાડી દીધી હતી. સોનુએ જણાવ્યું હતું કે, અમે એક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચિરંજીવીએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં તું હોવાથી અમારા માટે સૌથી મોટી સમસ્યા છે, કારણ કે હું તને એક્શન સીનમાં મારી શકીશ નહીં. જો મેં તને માર્યો તો લોકો મને ગાળો આપશે.
શ્રમિકોને ઘર પહોંચાડ્યા હતા :
લૉકડાઉન વખતે સોનુ સૂદે મુંબઈમાં ફસાયેલ શ્રમિકોને દેશના દૂર-દૂર સુધીના વિસ્તારમાં આવેલ તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. સોનુ અને તેની ટીમે શ્રમિકો માટે ટોલ ફ્રી નંબર તથા વ્હોટ્સએપ નંબર રિલીઝ કર્યાં હતાં.
સોનુ સુદે મજૂરોને બસ, ટ્રેન અને ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી આપી હતી. આની સાથે જ શ્રમિકોને ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. સોનુ સુદે નોકરી અપાવવા માટે કંપનીઓની સાથે મળીને નોકરી પોર્ટલ પણ શરૂ કર્યું છે. હવે સોનુ સૂદ વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગે છે.
Telangana: Locals of Dubba Tanda village in Siddipet have constructed a temple to recognize Actor Sonu Sood’s philanthropic work.
A local says, “He helped so many people during the pandemic. It’s a matter of great delight for us that we’ve constructed his temple.” (20.12.2020) pic.twitter.com/XZoj6x55pq
— ANI (@ANI) December 20, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle